ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. આ બેઠક પર મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજરીવાલ, સંજયસિંહ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના પ્રચારકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સુનીતા કેજરીવાલ ગુજરાત આવી કરી શકે છે પ્રચાર
છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટ ચર્ચામાં છે.. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ રહી છે પરંતુ બાકી એવી અનેક બેઠકો છે જેની ચર્ચા અવારનવાર થતી હોય છે.. ત્યારે આજે ચર્ચા ભરૂચ લોકસભા બેઠકની કરવી છે.. સામાન્ય રીતે આ બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે ઉમેદવારના નિવેદનોને કારણે. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે. જે મુજબ ભાવનગર સીટ પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.
કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાયા છે સાથે સાથે
ઉમેદવારોના પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં સુનિતા કેજરીવાલના નામનો સમાવેશ છે. ત્યારે ચૈતર વસાવા તેમજ ઉમેશ મકાવણાના પ્રચાર માટે સુનીતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું લાગી રહ્યું છે...ગઠબંધન થતા આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ અનેક વખત એકસાથે દેખાયા હતા. જ્યારે ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે જોવા મળ્યા હતા ઉપરાંત જ્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે દેખાયા હતા..
આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકના નામની કરી છે જાહેરાત
મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે... ઉમેદવારો માટે પ્રચારની શરૂઆત થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત 40 લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સ્ટાર પ્રચારકના નામની જાહેરાત થયા બાદ આપમાં મોટો ઝટકો લાગ્યો છે.. અલ્પેશ કથીરિયાએ તેમજ ધાર્મિક માલવિયાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.