ભાજપ ગમે ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈ પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ગઈકાલે મોડી રાત્રે ઉમેદવારોના નામ અંગે ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરવામાં આવી. એક તરફ લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તો બીજી તરફ ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી રહી છે. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે તેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થાય છે. આજ બપોર સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે તેવું અનુમાન છે. ગુજરાતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા.
ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં આ ચહેરાઓનો હશે સમાવેશ
— Jamawat (@Jamawat3) March 1, 2024
.#LokSabhaElections2024 #Elections2024 #BJP #loksabhaelectionwithjamawat #loksabha #Parliament #jamawat pic.twitter.com/xO23Qi17WN
આ દિગ્ગજ નેતાઓ આ બેઠક માટે નોંધાવી શકે છે દાવેદારી!
મળતી માહિતી અનુસાર સર્વાનંદ સોનાવાલ - ડિબ્રુગઢ, લખનૌથી રાજનાથ સિંહ ઉમેદવારી નોંધાવી શકે છે. તિરુવનંતપુરમ ગ્રામ્ય - મુરલીધરન, સુબ્રત પાઠક કન્નૌજથી ઉમેદવારી નોંધાવી શકે છે. મનોજ તિવારી - ઉત્તર-પૂર્વ દિલ્હી જ્યારે ગુના શિવપુરીથી જ્યોતિરાદિત્ય સિંધિયા દાવેદારી નોંધાવી શકે છે. વારાણસીથી નરેન્દ્ર મોદી, ગાંધીનગરથી અમિત શાહ દાવેદારી નોંધાવી શકે છે. નવસારીથી સી.આર.પાટીલ દાવેદારી નોંધાવી શકે છે.
પીએમ મોદી આ બેઠક પરથી નોંધાવી શકે છે દાવેદારી!
ભારતીય જનતા પાર્ટીના ખાસીયતની વાત કરીએ તો એ છે કે એવા નામોની જાહેરાત ઉમેદવાર તરીકે કરે છે જેની કલ્પના પણ કોઈએ ના કરી હોય. અનેક વખત આવા ઉદાહરણો આપણી સામે છે જેમાં ભાજપ સરપ્રાઈઝ આપે છે. ગુજરાતની લોકસભા બેઠકો અંગેની વાત કરીએ તો 25 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી. ગાંધીનગરથી ઉમેદવાર ફાઈનલ છે અને તે છે અમિત શાહ. બાકીની બેઠકો પર નવા ચહેરા ભાજપ ડિક્લેર કરી શકે છે તેવું અનુમાન છે. ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવા માટે ગઈકાલે દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર રાત્રે 10 વાગે બેઠક શરૂ થઈ હતી અને અનેક કલાકો સુધી ચાલી હતી.પીએમ મોદી વારાણસીથી તો અમિત શાહ ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડી શકે છે.
ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારના નામની થઈ શકે છે જાહેરાત
ઉમેદવારોના નામની પ્રથમ યાદી આજે જાહેર થઈ શકે છે તેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થઈ શકે છે. પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, ઝારખંડ, તમિલનાડુ, ઓડિશા, મણિપુર, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી અને અંદમાનની બેઠકો અંગે ચર્ચા કરી હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.