જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ પણ બની રહ્યો છે. જો ભાજપ માટે આપણે કહીએ કે તે ચૂંટણીને લઈ તૈયાર જ હોય છે તો તે અતિશયોક્તિ નથી. ભાજપ દ્વારા ચૂંટણીને લઈ દર વર્ષે અલગ અલગ થીમ અપનાવવામાં આવતી હોય છે. 2019માં ભાજપે કેમ્પેઈન શરૂ કર્યું હતું મેં ભી ચોકીદાર તો આ વખતની ચૂંટણીમાં ભાજપે શરૂ કર્યું છે મોદી પરિવાર કેમ્પેઈન. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે મોદી કા પરિવાર. મોદી કા પરિવાર લખી ભાજપના નેતાઓએ X પર પોતાનો બાયો બદલ્યો છે. દિગ્ગજ નેતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ મોદી કા પરિવાર લખી દીધું છે.
કયા કયા કેમ્પેઈનની થઈ હતી શરૂઆત?
ઈતિહાસ એ લોકોને જ યાદ રાખે છે કે જે લડ્યા છે. જેણે સંઘર્ષ કર્યો છે , ત્યારબાદ જીત હાંસલ કરી છે . તે યુદ્ધ લોકતંત્રનું યુદ્ધ કેમ ના હોય? આપને જણાવી દઈએ આ લોકતંત્રનું યુદ્ધ જીતવા પણ જનમાનસનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ જીતવું પડે છે . રાજનીતિક વિજ્ઞાન આને ઈંગ્લિશ ભાષામાં કહે છે Perception Battle.જો તમને યાદ હોય તો ૧૯૭૧ લોકસભાનું સૂત્ર " ગરીબી હટાવો " , ૨૦૦૭ ગુજરાત વિધાનસભા જીતાઈ " મૌત કે સૌદાગર " ની ટેગ લાઈનો આવી હતી. ૨૦૧૪ લોકસભા જીતાઈ " અચ્છે દિન આને વાલે હૈ " ૨૦૧૯ લોકસભા " મેં ભી ચોકીદાર હું " Vs "ચોકીદાર ચોર હે" જેવા કેમ્પેઈન આપણે જોયા ત્યારે હવે ફરી એક કેમ્પેઈન શરૂ થઈ ગયું છે.
ભાજપના દિગ્ગજ નેતાઓ બદલી રહ્યા છે સોશિયલ મીડિયા પર બાયો!
લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને લઈ ટિપ્પણી કરી હતી. પીએમ મોદીના પરિવારને લઈ લાલુ પ્રસાદે કહ્યું હતું કે મોદીની પાસે તો પરિવાર જ નથી. આ નિવેદનને લઈ હવે રાજનીતિ ગરમાઈ રહી છે. પીએમ મોદીએ તો પોતાના અંદાજમાં આને લઈ જવાબ આપ્યો પરંતુ લાલુ પ્રસાદના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભાજપના દિગ્ગજ નેતાઓ બાયો બદલ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ બાયોમાં "મોદી કા પરિવાર" લખી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાયો બદલ્યો છે. પોતાના નામની સાથે લખ્યું છે "મોદી કા પરિવાર"..