ગુજરાતમાં લોકસભાની અનેક બેઠકો એવી હતી જેની ચર્ચાઓ ક્યારની થતી હતી.. અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા તો ચર્ચામાં હતી પરંતુ તેની સાથે સાથે ભરૂચ લોકસભા બેઠક પણ ચર્ચામાં હતી. મનસુખ વસાવાને ભાજપે ટિકીટ આપી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી. ચૂંટણીનો માહોલ ચૈતર વસાવાએ સારો બનાવ્યો હતો પરંતુ તે માહોલ, સભામાં એકત્રિત થતી ભીડ વોટમાં પરિવર્તિત ના થઈ. મનસુખ વસાવા ફરીથી ભરૂચના સાંસદ બન્યા છે....
ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની થઈ જીત
ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. એક બેઠક હતી ભરૂચની અને એક બેઠક હતી ભાવનગરની.. ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ હતી. આ બંને બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતી ગયા છે જ્યારે ભરૂચમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે.
ચૈતર વસાવાએ સ્વીકારી લીધી હાર!
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. મનસુખ વસાવાને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા. આ વખતે એવું લાગતું હતું કે ચૈતર વસાવા ટફ ફાઈટ આપી શકે છે મનસુખ વસાવાને પરંતુ તે ના થયું.. મનસુખ વસાવા ફરીથી જીતી ગયા અને તે ભરૂચના સાંસદ બની ગયા.. ચૈતર વસાવાએ હાર માની લીધી હતી.