લોકસભા ચૂંટણીને લઈ ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત સીટોની વહેંચણી કરવામાં આવી છે. ગુજરાત, હરિયાણા,ગોવા તેમજ દિલ્હી માટે સીટની વહેંચણી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની ફાળવણી થયા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે દિલ્હીની ચાર લોકસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.
કોંગ્રેસ અને આપ વચ્ચે અનેક રાજ્યો માટે થયું છે ગઠબંધન!
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. સીટોને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે મીટિંગ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધનને લઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી.
દિલ્હીના ઉમેદવારોના નામની કરી આપે જાહેરાત
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને કઈ કઈ સીટો પર ઉતારશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં બે લોકસભા સીટો માટે આપ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે દિલ્હીમાં ચાર બેઠકો પર ઉમેદવારો ઉતારવાની છે. ત્યારે દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટીએ દિલ્હી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ગુજરાત માટે આપે આ ઉમેદવારોના નામની કરી જાહેરાત!
નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સાહી રામ પહેલવાન, પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમાર અને પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને તક આપવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં જે સીટો પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે તે છે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે.