દેશમાં લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે.. સાત ચરણોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે એમાંથી આજે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 સીટો માટે મતદાન થઈ રહ્યું અને આજે 889 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.. બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની 4, દિલ્હીની તમામ બેઠકો એટલે કે 7 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. તે ઉપરાંત ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થવાનું છે.
#LokSabhaElections2024 | 49.2% voter turnout recorded till 3 pm, in the 6th phase of elections.
— ANI (@ANI) May 25, 2024
Bihar- 45.21%
Haryana- 46.26%
Jammu & Kashmir- 44.41%
Jharkhand- 54.34%
Delhi- 44.58%
Odisha- 48.44%
Uttar Pradesh-43.95%
West Bengal- 70.19% pic.twitter.com/CnEFFL3nUt
ક્યાં કેટલું નોંધાયું મતદાન 3 વાગ્યા સુધી?
3 વાગ્યા સુધીમાં બિહારમાં 45.21 ટકા મતદાન થયું છે, હરિયાણામાં 46.26 ટકા મતદાન થયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં 44.41 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 54.34 ટકા મતદાન જ્યારે દિલ્હીમાં 44.58 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 48.44 ટકા મતદાન થયું છે. ઉત્તર પ્રદેશમાં 43.95 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 70.19 ટકા મતદાન થયું છે.. 49.2 સરેરાશ મતદાન ત્રણ વાગ્યા સુધીમાં થયું છે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો પર..
આ દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે થશે ફેંસલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને નિવેદન આપ્યું છે.. મહત્વનું છે કે અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. ત્રણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન, કૃષ્ણ પાલ સિંહ ગુર્જર તેમજ રાવ ઈન્દ્રજીત સિંહના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. તે સિવાય મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે...