Loksabha Election 5th Phase : 49 બેઠકો માટે આજે મતદાન , જાણો કયા રાજ્યમાં થયું સૌથી વધારે મતદાન 9 વાગ્યા સુધીમાં?


  • Published By :
  • Published Date : 2024-05-20 11:40:35

દેશમાં લોકશાહીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.. લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાત તબક્કા અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું અને આજે પાંચમા તબક્કા અંતર્ગત દેશના આઠ રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. 49 બેઠકો માટે મતદાન થવાનું છે.. આ ચરણમાં 695 જેટલા ઉમદેવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, લદ્દાખની લોકસભા બેઠકો માટે  મતદાન થઈ રહ્યું છે... સવારના 9 વાગ્યા સુધી 10.28 ટકા સરેરાશ મતદાન થયું છે..

ક્યાં કેટલા ટકા નોંધાયું મતદાન? 

દર પાંચ વર્ષે આપણે ત્યાં લોકસભા માટે મતદાન થાય છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો  ઉપયોગ કરી સરકારની પસંદગી કરે છે... સાત ચરણમાં મતદાન થવાનું હતું જેમાં ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સવારે નવ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 8.86 ટકા મતદાન થયું છે, જમ્મુ કાશ્મીરમાં 7.63 ટકા મતદાન થયું છે , ઝારખંડમાં 11.68 ટકા મતદાન થયું છે. લદ્દાખમાં 10.51 ટકા મતદાન જ્યારે મહારાષ્ટ્રમાં 6.33 ટકા મતદાન, ઓડિશામાં 6.87 ટકા મતદાન સવારે 9 વાગ્યા સુધી નોંધાયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશમાં 12.89 ટકા મતદાન અને પશ્ચિમ બંગાળમાં 15.35 ટકા મતદાન થયું છે..

ફિલ્મ જગતના કલાકારો, રાજનેતાઓ સહિત લોકોએ કર્યો  મતાધિકારનો ઉપોગ

મહત્વનું છે કે મતદાન કરવા માટે લોકો પ્રોત્સાહિત થાય તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવે છે.. પીએમ મોદીએ પણ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.. અનેક રાજનેતાઓએ, ફિલ્મ કલાકારોએ. આરબીઆઈ ગવર્નર સહિતના લોકોએ પોતાના મતદાધિકારનો ઉપયોગ કર્યો છે.. પાંચમા ચરણના તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ જેવા કે રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયેલ, રાહુલ ગાંધી સહિત અનેક ઉમેદવારના ભાવિ દાવ પર લાગ્યા છે.. 


કોણ ક્યાંથી લડી રહ્યું છે ચૂંટણી?

રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પરથી મતદાન લડી રહ્યા છે, જ્યારે અમેઠીથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધીની 2019માં જીત થઈ હતી.. આ વખતે રાહુલ ગાંધીને ત્યાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે