લોકસભા ચૂંટણી માટે આજે પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને પાંચમા તબક્કા માટે મતદાન પૂર્ણ થવાને માત્ર થોડો જ સમય બાકી રહ્યો છે. 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે. રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે. સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન થયું છે.
આ રાજ્યોની આટલી બેઠકો માટે થયું મતદાન
લોકશાહીના મહા પર્વની ઉજવણી ભારતમાં થઈ રહી છે.. મતદાનની પ્રક્રિયા શરૂ છે. પાંચમા તબક્કા અંતર્ગત 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. પાંચ વાગે નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 52.35 ટકા મતદાન નોંધાયું છે, જમ્મુ કાશ્મીરમાં 54.21 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 61.90 ટકા મતદાન થયું છે.
શરૂઆતમાં મતદાનમાં દેખાઈ નિરસતા
તે સિવાય લદ્દાખમાં 67.15 ટકા મતદાન નોંધાયું છે.. મહારાષ્ટ્રમાં 48.66 ટકા મતદાન જ્યારે ઓડિશામાં 60.55 ટકા મતદાન નોંધાયું છે.. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં પાંચ વાગ્યા સુધી 55.80 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન 73.00 ટકા થયું છે.. મહત્વનું છે કે મતદાનની શરૂઆત થઈ ત્યારે મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી. જોવું રહ્યું કે મતદાતાઓ કોને જીતાડે છે? ચોથી જૂને પરિણામ આવવાનું છે.