દેશમાં લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટ માટે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. 904 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે.. આજની ચૂંટણી પર સૌથી વધારે લોકોનું ફોકસ હશે કારણ કે પીએમ મોદી જે સીટથી ઉમેદવાર છે તે બેઠક માટે મતદાન થવાનું છે.. સાથે સાથે અનેક દિગ્ગજ નેતાઓની બેઠકો પર પણ નજર રહેવાની છે.. 9 વાગ્યાસુધીમાં સરેરાશ 11.31 ટકા મતદાન થયું છે...
ક્યાં કેટલું નોંધાયું મતદાન?
11 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 24.23 ટકા મતદાન થયું છે જ્યારે ચંદીગઢમાં 25.03 ટકા મતદાન થયું છે. હિમાચલ પ્રદેશમાં 31.2 ટકા જ્યારે ઝારખંડમાં 29.55 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 29.55 ટકા જ્યારે ઓડિશામાં 22.64 ટકા મતદાન થયું છે. પંજાબમાં 23.91 ટકા મતદાન થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 28.02 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં 28.10 ટકા મતદાન થયું છે.. 11 વાગ્યા સુધી સરેરાશ 26.3 ટકા મતદાન નોંધાયું છે..
ઉત્તર પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઝારખંડ,પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહાર તેમજ હિમાચલ પ્રદેશની બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સવારે 9 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનના ટકાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 12.94 ટકા મતદાન થયું છે, ઓડિશામાં 7.69 ટકા મતદાન થયું છે, ચંદીગઢમાં 11.64 ટકા મતદાન થયું છે, ઝારખંડમાં 12.15 ટકા જ્યારે પંજાબમાં 9.64 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં 12.63 ટકા મતદાન જ્યારે બિહારમાં 10.54 ટકા મતદાન થયું છે જ્યારે હિમાલચ પ્રદેશમાં 14.35 ટકા મતદાન 9 વાગ્યા સુધી નોંધાયું છે..
કઈ બેઠકો પર સૌ કોઈની નજર?
ઉત્તર પ્રદેશની વારાણસી પર સૌ કોઈની નજર રહેલી છે.. કારણ કે આ બેઠક પરથી પીએમ મોદીએ સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવી છે.. તો બીજી તરફ કોંગ્રેસે ઉમેદવાર તરીકે અજય રાયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.. બસપાએ અતહર જમાલ લારીને ટિકીટ આપી છે.. તે સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.. તેમની સામે કોંગ્રેસે સતપાલ રાયસાદાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે..
ચોથી જૂને આવવાનું છે પરિણામ
તે સિવાય મંડીની બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી કારણ કે ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ છે.. મહત્વનું છે કે દરેકની નજર ચોથી જૂન પર રહેલી છે જ્યારે ચૂંટણી માટેનું પરિણામ સામે આવશે.. દરેક પાર્ટી પોતાના જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.. ત્યારે જોવું રહ્યું કે મતદાતા કોની શિરે વિજયનો તાજ પહેરાવે છે..