દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બાકી રહેલા તબક્કાઓ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.. સભા દરમિયાન અનેક વખત રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતું હોય છે.. તે નિવેદનની ચર્ચા થતી રહેતી હોય છે.. પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો આપણે જાણીએ છીએ. દેશના પ્રધાન મંત્રીએ રાહુલ ગાંધીના ખટા ખટ પર પોતાનું નિવેદન આપ્યું.
રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે...
રાજનેતાઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમને ખબર જ હશે આ વાતની... રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેમાં ખટા ખટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. દેશની રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે દેશના પ્રધાન મંત્રીએ રાહુલ ગાંધીના ખટા ખટ પર પોતાનું નિવેદન આપ્યું. પીએમ મોદી અનેક વખત પોતાના ભાષણમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ આડકતરી રીતે કરતા હોય છે.
પીએમ મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુપીમાં 4 ચૂંટણી રેલીઓ કરી હતી. પ્રતાપગઢમાં તેમણે રાહુલ ગાંધીના ખટા ખટ વાળા નિવેદન પર જબરજસ્ત પ્રહાર કર્યા. સ્ટેજ પરથી તેમણે કહ્યું- તેઓ વિચારે છે કે ભારત પોતાના દમ પર આત્મનિર્ભર બની જશે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે -ખટાખટ...ખટાખટ.... 4 જૂન પછી, ઈન્ડી ગઠબંધ તૂટી જશે. ખટાખટ...ખટાખટ.... બલિનો બકરો મળી જશે. ખટાખટ...ખટાખટ. રાજકુમારો, ભલે તે લખનઉના હોય કે દિલ્હીના, ઉનાળાની રજાઓમાં વિદેશ જશે - ખટાખટ...ખટાખટ...
રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા...
આ તો થઈ પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત પરંતુ જે નિવેદન પર તેમણે આ પ્રતિક્રિયા આપી તેની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 8500 રૂપિયા ખટાખટ દર મહિને ખાતામાં આવી જશે અને એક ઝટકામાં અમે હિન્દુસ્તાનની ગરીબીની મિટાવી દઈશું... મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ થયો છે જે પહેલી વખત આપણે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે.. ખટાખટ હોય કે શહેઝાદા હોય કે અંકલજી આ બધા શબ્દોનો ભાષણમાં સૌથી વધારે ઉપયોગ થયો છે. હવે 4 જૂને શું થાય છે જનતા કોને ખટાખટ વોટ આપે છે તે જોવાનું રહ્યું...