ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ઉમેદવારને ઉતારતા પહેલા રાજકીય પાર્ટી દ્વારા અનેક સમીકરણોને ધ્યાનમાં રખાતા હોય છે. તે બેઠક પર કયા સમાજનું પ્રતિનિધત્વ છે, કોનું પ્રભુત્વ વધારે છે વગેરે વગેરે.. 26 બેઠકમાંથી ભાજપ દ્વારા 22 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 6 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે જાણીએ બારડોલી લોકસભા બેઠકને, ત્યાંના જાતિગત સમીકરણોને..
2014થી આ બેઠક પર સાંસદ છે બીજેપીના પ્રભુભાઈ વસાવા
બારડોલી લોકસભા જે ST અનામત બેઠક છે . આ લોકસભા બેઠક પર આદિવાસી , દલિત અને મુસ્લિમ મતો નિર્ણાયક છે. છેલ્લે કોંગ્રેસના તુષાર ચૌધરી 2009માં જીત્યા હતા. આ પછી 2014થી BJPના પ્રભુભાઈ વસાવા સાંસદ છે. ફરી તેમને 2024માં રિપીટ કરાયા છે . આ વખતે કોંગ્રેસે સુમુલ ડેરી સાથે જોડાયેલા સહકારી આગેવાન સિદ્ધાર્થ ચૌધરીને ટિકીટ આપી છે. આ લોકસભા બેઠકમાં આવતી ૭ વિધાનસભાઓની વાત કરીએ તો માંગરોળ, માંડવી, કામરેજ , બારડોલી , મહુવા , વ્યારા , નિઝર.
ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર
2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ આ તમામ બેઠકો જીતી લીધી હતી. આ બેઠક પર આશરે ૮ લાખ જેટલા મહિલા વોટર્સ અને પુરુષ મતદારો ૯ લાખ જેટલા છે. આ લોકસભા બેઠકનો સાક્ષરતાનો દર ૭૧ ટકા છે. તો જોઈએ મતદારો કયા પક્ષના ઉમેદવારને સંસદ સુધી પહોંચાડે છે? મહત્વનું છે કે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ 4 બેઠકો માટે ઉમેદવારો નથી જાહેર કરવામાં આવ્યા.