ભાજપે તો 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગમે ત્યારે કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે અને આ બધા વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે અનેક ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે! ઉમેદવારોના નામ અંગેની વાત કરીએ તો આંણદથી કોંગ્રેસે અમિત ચાવડા, સાબરકાંઠા તુષાર ચૌધરીની ટિકિટ નક્કી છે જ્યારે પંચમહાલથી ગુલાબસિંહને કોંગ્રેસ, અમરેલીથી જેની ઠુમ્મરને ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે. પાટણથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે.
કોંગ્રેસ ઉમેદવારોના નામની કરી શકે છે ઘોષણા
જ્યારે જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ત્યારે મતદાતાઓને ઉમેદવારોના નામની ઈંતેઝારી રહેતી હોય છે. કઈ પાર્ટી કોને ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતારશે તે વાત પર સૌ કોઈની નજર રહેલી હોય છે.. ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવાર કોને બનાવવા તે માટે ચર્ચાઓ થઈ રહી છે. ઉમેદવારોને પસંદ કરતા પહેલા દરેક પાસા પર પાર્ટી દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. થોડા સમયની અંદર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. ઉમેદવરાોનું વધુ એક લિસ્ટ કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી શકે છે અને તેમાં ગુજરાતના 8થી 10 ઉમેદવારો હોવાની સંભાવનાઓ છે.
કોના નામોની થઈ રહી છે ચર્ચા?
કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને ટિકીટ આપી રહી છે. ધારાસભ્યોને ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા છે. એ અનંત પટેલ હોય કે પછી ગેનીબેન ઠાકોર હોય. વધુ ધારાસભ્યોને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. સંભવિત નામોની વાત કરીએ તો આંણદથી કોંગ્રેસે અમિત ચાવડા, સાબરકાંઠા તુષાર ચૌધરીની ટિકિટ નક્કી છે જ્યારે પંચમહાલથી ગુલાબસિંહને તો અમરેલીથી જેની ઠુમ્મરને ઉમેદવાર ઘોષિત કરવામાં આવી શકે છે. પાટણથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે. ખેડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી , છોટાઉદેપુર સુખરામ રાઠવા , સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈ, ગાંધીનગર બેઠક પર મહિલા ઉમેદવાર તરીકે સોનલબેન પટેલનું નામ પણ નક્કી જેવુ છે. મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરના નામની ચર્ચા થઇ રહી છે હવે કોંગ્રેસના મંથન બાદ આ નામોની જાહેરાત થાય તેના પર બધાની નજર છે
આપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે ગઠબંધન
એક તરફ આવી ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભાની અનેક બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. સુરત, દાહોદ તેમજ જૂનાગઢ માટે આપ સાથે ગઠબંધન કોંગ્રેસ કરી શકે છે. ત્યારે જોવું રહ્યું કે રાજનીતિના આ ખેલમાં આગળ શું થાય છે.?