Lok Sabha Elections: સમાજવાદી પાર્ટીની 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ડિમ્પલ યાદવ મૈનપુરીથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-01-30 21:37:54

સમાજવાદી પાર્ટીએ મંગળવારે લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સંભલથી વર્તમાન સાંસદ શફિકુર રહેમાન વર્કને તક આપવામાં આવી છે.


આ ઉમેદવારોને મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ જે અન્ય 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં આંબેડકર નગરથી લાલજી વર્મા, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, એટાથી દેવેશ શાક્ય, બદાયુનથી ધર્મેન્દ્ર યાદવ, ખેરીથી ઉત્કર્ષ વર્મા, ધૌરહરાથી આનંદ ભદૌરિયા, ઉન્નાવથી અનુ ટંડન, લખનૌથી રવિદાસ મહરોત્રા, બાંદાથી શિવશંકર સિંહ પટેલ, અકબરપુરથી રાજારામ પાલ, ફર્રુખાબાદથી ડૉ.નવલ કિશોર શાક્ય, બસ્તીથી રામપ્રસાદ ચૌધરી, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?