સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વની સીટો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિકને ટિકિટ આપવામાં આવી છે અને ગાઝીપુર લોકસભા સીટ માટે મુખ્તાર અંસારીના ભાઈ અફઝાલ અંસારીની પસંદગી કરવામાં આવી છે.
આ નેતાઓને પણ મળી ટિકિટ
સમાજવાદી પાર્ટીએ શાહજહાપુરથી રાજેશ કશ્યપ, હરદોઈથી ઉષા વર્મા, મિશ્રિખ લોકસભા સીટથી રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરી, પ્રતાપ ગઢથી એસપી સિંહ બઘેલ, બહરાઈચથી રમેશ ગૌતમ, ગૌંડાથી શ્રેયા વર્મા, ચંદોલીથી વીરેન્દ્ર સિંહ અને આંવલા લોકસભા સીટથી નીરજ મૌર્યને ટિકિટ આપવામાં આવી છે.
કુલ 27 ઉમેદવારો જાહેર
સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 27 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પૂર્વે 30 જાન્યુઆરીએ પાર્ટી દ્વારા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી યાદીમાં ડિમ્પલ યાદવ મૈનપુરીથી, શફીકુર રહેમાન બર્કને સંભલ, અને રવિદાસ મહરોત્રાને લખનઉ લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામા આવ્યા છે. સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી અત્યાર સુધીમાં કુલ 27 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે.