લોકસભા ચૂંટણી 2009: 'મનરેગા' અને ખેડૂતોની દેવામાફી કોંગ્રેસને ફળી, મનમોહન સિંહ ફરી બન્યા PM


  • Published By :
  • Published Date : 2023-10-17 14:14:23

વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી હતી. ભારતમાં ઉદારીકરણના પિતા અને નાણામંત્રી મનમોહન સિંહ બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. સોનિયા ગાંધીએ પીએમ બનવાનો ઇનકાર કર્યા બાદ મનમોહન સિંહે 2004માં પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2009ની 15મી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે 206 બેઠકો જીતી હતી અને ભારતીય જનતા પાર્ટીને માત્ર 116 બેઠકો મળી હતી. એનડીએ ફરી સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું. યુપીમાં કોંગ્રેસને 21 બેઠકો મળી છે જ્યારે ભાજપને રાજ્યમાં માત્ર 10 બેઠકો મળી હતી.


કોંગ્રેસને લોન માફી અને મનરેગાનો મળ્યો લાભ


કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારે વર્ષ 2008માં દેશભરના ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી હતી. તે સમયે ખેડૂતોના વોટ મેળવવા માટે મનમોહન સરકાર દ્વારા ખેડૂતોની 65 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી. એ જ રીતે, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (NREGA), જેમાં પાછળથી મહાત્મા ગાંધીનું નામ જોડીને નવું નામ 'મનરેગા' આપવામાં આવ્યું હતું, તેની અસર 2009ની લોકસભાની ચૂંટણી પર જબરદસ્ત થઈ હોવાનું માનવામાં આવે છે, કોંગ્રેસે 2006માં તેની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ગ્રામીણ લોકોને 100 દિવસ માટે વેતન આધારિત રોજગારની ખાતરી આપવામાં આવે છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં મનમોહન સિંહ સરકારના આ નિર્ણયનો લાભ ઉઠાવ્યો હતો, પરિણામ એ આવ્યું કે કેન્દ્રમાં ફરી એકવાર કોંગ્રેસની સરકાર બની હતી.


ત્રીજા મોરચાએ ભાજપની બાજી બગાડી


2009ની ચૂંટણીમાં ભાજપની હાર માટે એક પરિબળ ત્રીજા મોરચાનો પણ જવાબદાર માનવામાં આવે છે. ત્રીજા મોરચામાં સમાવિષ્ટ મોટા ભાગના પક્ષો એક યા બીજા સમયે ભાજપના સમર્થનથી સત્તામાં આવ્યા હતા. પરંતુ આ વખતે તેમના અલગ થવાને કારણે મતોનું વિભાજન થયું અને તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો. ઉદાહરણ તરીકે, ત્રીજા મોરચાનો હિસ્સો રહેલા માયાવતી, ભાજપના સમર્થનથી યુપીમાં ત્રણ વખત સત્તામાં રહી. કર્ણાટકની એચડી દેવગૌડાની પાર્ટી પણ આ ચૂંટણી સુધી ભાજપ સાથે હતી. એ જ રીતે જયલલિતા અને નવીન પટનાયક પણ ભાજપથી અલગ નહોતા. બીએસપી, સીપીઆઈ, સીપીએમ, ફોરવર્ડ બ્લોક, તેલુગુ દેશમ પાર્ટી, જનતા દળ સેક્યુલર, ટીઆરએસ, આરએસપી અને ભજન લાલની પાર્ટી હરિયાણા જનહિત પાર્ટી વગેરેનો સમાવેશ થતો ત્રીજો મોરચો ભાજપની બી-ટીમ પણ કહેવાતો હતો.


PM બનવાનું અડવાણીનું સપનું રોળાયું


વર્ષ 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણી ભાજપના નેતા અને વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી અને કોંગ્રેસના નેતા પીએમ મનમોહન સિંહ વચ્ચે સીધો મુકાબલો હતો. જો કે આ રેસમાં 'મૌની બાબા' મનમોહન સિંહ અંતે બાજી મારી ગયા હતા. આ ચૂંટણી બાદ ભાજપના દિગ્ગજ નેતા અડવાણીના વળતા પાણી શરૂ થયા હતા. એક સમયે ભાજપના સૌથી કદાવર નેતા મનાતા અડવાણી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને જીત ન અપાવી શકતા અંતે હાસિયામાં ધકેલાઈ ગયા હતા. આ ચૂંટણી પછી નરેન્દ્ર મોદીનો એક પ્રકારે સુર્યોદય થયો હતો. મનમોહન સિંહને નબળા વડાપ્રધાન કહેનારા અડવાણીનું વડાપ્રધાન બનવાનું સપનું વર્ષ 2009ની ચૂંટણી પછી રોળાઈ ગયું હતું.  


દેશમાં કુલ મતદાન મથકો


સમગ્ર દેશમાં 8,28,804 મતદાન મથકો હતા – જે 2004ની ચૂંટણી કરતાં 20% વધારે હતા. આ  મતદાન મથકો જોખમો અને ધાકધમકીથી બચવા, ભૌગોલિક અવરોધોને દૂર કરવા અને મતદારો દ્વારા મુસાફરી કરવાનું અંતર ઘટાડવા માટે કરવામાં આવ્યું હતું. વર્ષ 2004ની ચૂંટણીની જેમ, આ ચૂંટણી પણ સમગ્ર દેશમાં 1,368,430 વોટિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)એ જાહેરાત કરી હતી કે ગુજરાતના જૂનાગઢના ઉના વિભાગના બાણેજ ગામ ખાતેનું મતદાન મથક, દેશનું એકમાત્ર મતદાન મથક હોવાનો અનોખો દાવો ધરાવતું હતું જેમાં એક જ મતદાતા હતા અને તેમનું નામ ગુરુ શ્રી ભરતદાસજી બાપુ હતું તેઓ એક શિવ મંદિરના પૂજારી હતા અને ગીરના ઘનઘોર જંગલની મધ્યમાં રહેતા હતા. 


પાંચ તબક્કામાં મતદાન


ભારતમાં 16 એપ્રિલથી 13 મે 2009 વચ્ચે પંદરમી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. 2009ની લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થયું હતું. 2005માં દેશના 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન, દેશભરમાં કુલ 8,070 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. 2009ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) ગઠબંધન સરકારની રચના કરવામાં આવી હતી.


લોકસભા ચૂંટણી 2009માં મુખ્ય પક્ષો


વર્ષ 2009ની સામાન્ય ચૂંટણીઓમાં, મુખ્ય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM), નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સહિતના રાષ્ટ્રીય પક્ષોનો સમાવેશ થતો હતો. આ સિવાય 356 પ્રાદેશિક અને અન્ય નાના પક્ષોએ પણ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. BSPએ 500 પર, કોંગ્રેસે 440 પર, BJPએ 433 પર, CPMએ 82 પર, NCPએ 68 પર, CPIએ 56 પર અને RJDએ 44 લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.


નાગાલેન્ડમાં સૌથી વધુ 90 ટકા મતદાન 


વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં કુલ 71 કરોડ 69 લાખ 85 હજાર 101 નોંધાયેલા મતદારો હતા. આ ચૂંટણીમાં કુલ 58.21 ટકા મતદાન થયું હતું, જેમાં નાગાલેન્ડમાં સૌથી વધુ 90 ટકા અને જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું 39.70 ટકા મતદાન થયું હતું.


લોકસભા ચૂંટણી 2009 પરિણામ


વર્ષ 2009માં યોજાયેલી 15મી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 206 બેઠકો, ભાજપને 116, બસપાને 21, સીપીએમને 16, NCPને 9, CPIને 4 અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને 4 બેઠકો મળી હતી. આ સિવાય પ્રાદેશિક પક્ષોએ 146 લોકસભા બેઠકો જીતી હતી. જેમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ 19, ઓરિસ્સામાં બીજુ જનતા દળ (બીજેડી) 14, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) 18, બિહારમાં 20, સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 23 લોકસભા બેઠકો જીતી હતી. 9 લોકસભા સીટો પર અપક્ષ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા.



મતની ટકાવારી


સામાન્ય ચૂંટણી વર્ષ 2009માં યુપીએની વોટ ટકાવારી 37.22 ટકા હતી અને એનડીએની વોટ ટકાવારી 24.63 ટકા હતી. જો દેશની બે મોટી પાર્ટીઓની વાત કરીએ તો કોંગ્રેસને 28.55 ટકા, ભાજપને 18.80 ટકા અને બસપાને 6.17 ટકા વોટ મળ્યા હતા. આ સિવાય પ્રાદેશિક પક્ષોને 14.39 ટકા મત મળ્યા હતા. વર્ષ 2009ની સામાન્ય ચૂંટણીઓમાં, કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ ગઠબંધને દેશમાં સરકાર બનાવી અને મનમોહન સિંહ ફરી એકવાર વડાપ્રધાન બન્યા હતા.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...