લોકસભા ચૂંટણી 1996: વાજપાઈ બન્યા 13 દિવસ માટે વડા પ્રધાન, માત્ર બે વર્ષમાં દેશે જોયા ત્રણ PM


  • Published By :
  • Published Date : 2023-10-17 14:49:18

1991માં વડાપ્રધાન બનેલા નરસિમ્હા રાવ બિન-નેહરુ-ગાંધી પરિવારના પ્રથમ વ્યક્તિ હતા જેમણે સત્તામાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય. જો કે, સત્તામાં આવ્યા ત્યારથી જ સરકાર રાજકારણના અપરાધીકરણ પરના વોહરા રિપોર્ટ, જૈન હવાલા કાંડ અને તંદૂર હત્યા કાંડ જેવા મામલાઓને લઈને વિવાદોમાં આવી ગઈ હતી. વડાપ્રધાન પર પણ આરોપ લાગ્યા હતા. નરસિમ્હારાવની કેબિનેટમાંથી સાત મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું. 1996માં અગિયારમી લોકસભાની ચૂંટણીઓ નજીક આવી ત્યારે રાવ અને કોંગ્રેસે પોતાનું તેજ ગુમાવી દીધું હતું. લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર એક મોટા મુદ્દો બની ગયો અને કોંગ્રેસ હારી ગઈ હતી, આ ચૂંટણી એપ્રિલ 1996 થી મે 1996 વચ્ચે યોજાઈ હતી. ભાજપ 161 ​​બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પહેલીવાર તેને લોકસભામાં કોંગ્રેસ કરતા વધુ સીટો મળી હતી. ભાજપના અગ્રણી નેતા અટલ બિહારી વાજપેયી 13 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા, પરંતુ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. 



નરસિમ્હા રાવનો કાર્યકાળ સિદ્ધિઓ અને વિવાદોથી ભરેલો રહ્યો


નરસિમ્હા રાવ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત કફોડી હતી અને ભારત નાદારીની અણી પર હતું. ત્યાર બાદ તેઓ પ્રખ્યાત અર્થશાસ્ત્રી મનમોહન સિંહને તેમની કેબિનેટમાં નાણામંત્રી તરીકે લાવ્યા, જેનાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું. પરંતુ મનમોહન સિંહે ભારતની અર્થવ્યવસ્થાને ખોલી અને એવા આર્થિક સુધારા કાર્યક્રમો શરૂ કર્યા, જેના આધારે ભારત વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાઓમાંની એક બની ગયું. 1996માં જ્યારે નરસિમ્હા રાવ સત્તાની બહાર થયા, ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા ન માત્ર પાટા પર પાછી આવી હતી પરંતુ. વેગવાન બની હતી. 


ભ્રષ્ટાચાર


નરસિમ્હા રાવ પણ ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં સંડોવાયેલા હતા. સેન્ટ કિટ્સ કેસ, લખુભાઈ પાઠક લાંચ કેસ અને ઝારખંડ મુક્તિ મોરચા લાંચ કેસ. 1996 માં, પહેલા તો સત્તા હાથમાંથી ગઈ અને ત્યાર બાદ ઝારખંડ મુક્તિ મોરચા લાંચ કૌભાંડમાં તેમની સામે ફોજદારી કેસ પણ ચલાવવામાં આવ્યો હતો. જુલાઇ 1993માં અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેમની કોંગ્રેસ પાર્ટી માટે સમર્થન મેળવવા માટે તેમના પર પ્રાદેશિક પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા શિબુ સોરેન અને પાર્ટીના સાંસદોને મોટી રકમ આપવાનો આરોપ હતો. ચાર વર્ષ બાદ કોર્ટે તેમને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આમ આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ માર્ચ 2002માં દિલ્હી હાઈકોર્ટે નરસિમ્હા રાવને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.


કોંગ્રેસમાં ફુટ પડી


ચૂંટણી પહેલા ઘણા નેતાઓએ કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી લીધી હતી. તેમાં એનડી તિવારીની ઓલ ઈન્ડિયા ઈન્દિરા કોંગ્રેસ (તિવારી), માધવરાવ સિંધિયાની મધ્ય પ્રદેશ વિકાસ કોંગ્રેસ, જીકે મૂપનારની તમિલ મનિલા કોંગ્રેસનો સમાવેશ થતો હતો. ભ્રષ્ટાચાર એક મુદ્દો બની ગયો અને કોંગ્રેસ હારી ગઈ. ભાજપ 161 ​​બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પહેલીવાર તેને લોકસભામાં કોંગ્રેસ કરતા વધુ સીટો મળી છે. અટલ બિહારી વાજપેયી 13 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા, પરંતુ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.


8 રાષ્ટ્રીય, 30 પ્રાદેશિક પક્ષો અને 10,635 અપક્ષોએ ચૂંટણી લડી હતી ચૂંટણી


વર્ષ 1996ની લોકસભા ચૂંટણીમાં, 8 રાષ્ટ્રીય પક્ષો અને 30 પ્રાદેશિક પક્ષો સહિત 171 નોંધાયેલા પક્ષોએ ચૂંટણી લડી હતી. એટલે કે પ્રથમ વખત 200થી વધુ પક્ષો ચૂંટણી મેદાનમાં હતા. કુલ 13,952 ઉમેદવારો મેદાનમાં હતા. પ્રથમ વખત ઉમેદવારોની સંખ્યા 10 હજારને પાર થઈ હતી. લોકસભા ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ પણ 1996થી શરૂ થયું હતું. આ વખતે પ્રાદેશિક પક્ષોને 543માંથી 129 બેઠકો મળી છે. આ ચૂંટણીમાં સીપીઆઈએ 32 સીટો અને સીપીએમને 12 સીટો પર જીત મળી હતી. જનતા દળે ચૂંટણીમાં 46 બેઠકો જીતી હતી. બિહારમાં પાર્ટીને સૌથી વધુ સીટો મળી હતી. બિહારમાં જનતા દળે 22 બેઠકો જીતી હતી. કર્ણાટકમાં પાર્ટીને 16 સીટો જ્યારે ઓડિશામાં ચાર અને યુપીમાં બે બેઠકો  જનતા દળે જીતી હતી. જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીને એક સીટ મળી છે. આ ચૂંટણીમાં 10,635 અપક્ષો ચૂંટણી લડી રહ્યા હતા, આમાંથી માત્ર 9 જ જીત્યા હતા. 


કોઈ પણ પક્ષને બહુમતી નહીં
 

વર્ષ 1996માં અગિયારમી લોકસભા માટે ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નહીં. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. યુપીમાં પાર્ટીએ સૌથી વધુ સીટો જીતી હતી. ભારતીય જનતા પાર્ટીએ યુપીમાંથી 161માંથી 52 બેઠકો જીતી હતી, જ્યારે મધ્યપ્રદેશમાંથી પાર્ટીને 27 બેઠકો મળી હતી. બિહારમાં ભાજપે 18 બેઠકો જીતી હતી, જે 1991ની સામાન્ય ચૂંટણી કરતાં 13 વધુ બેઠકો હતી. ભાજપને મહારાષ્ટ્રમાંથી 16 અને ગુજરાતમાંથી 12 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 140 સીટો મળી હતી અને પાર્ટી દક્ષિણમાં પણ પાછળ રહી ગઈ હતી.


દક્ષિણ ભારતમાં કોંગ્રેસને ઝટકો


1991ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું પણ 1996ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં પાર્ટીને જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસે અગાઉની ચૂંટણીમાં તમિલનાડુમાં 28 બેઠકો જીતી હતી, પરંતુ આ ચૂંટણીમાં તે તમિલનાડુમાં એક પણ બેઠક જીતી શકી નહોતી. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને માત્ર 15 બેઠકો મળી હતી. જ્યારે પાર્ટીએ મધ્ય પ્રદેશમાં 8, કેરળમાં 7 અને કર્ણાટકમાં 5 બેઠકો જીતી હતી. 1996ની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાં 10 અને ઓડિશામાં 16 બેઠકો જીતી હતી. પાર્ટીએ રાજસ્થાનમાં 12 અને પશ્ચિમ બંગાળમાં 9 બેઠક જીતી હતી. 


દેશે બે વર્ષમાં ત્રણ વડાપ્રધાન જોયા 


ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી અને 15 મેના રોજ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ ભાજપના અગ્રણી નેતા અને વડાપ્રધાન પદના દાવેદાર અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. અટલ બિહારી વાજપેયી 16મી મેના રોજ કેટલાક પ્રાદેશિક અને મુસ્લિમ પક્ષોના સમર્થનથી વડાપ્રધાન બન્યા હતા, પરંતુ તેમને 13માં દિવસે જ પદ છોડવું પડ્યું હતું. તેઓ લોકસભામાં 200 સાંસદોનું સમર્થન મેળવી શક્યા ન હતા. બહુમતી સાબિત ન કરી શકવાના કારણે વાજપાઈએ રાજીનામું આપવું પડ્યું હતું. અટલ બિહારી વાજપેયીના રાજીનામા બાદ સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી હતી. સંયુક્ત મોરચા (યુનાઈટેડ ફ્રન્ટ)માં સામેલ થયેલા પક્ષોમાં નેશનલ ફ્રન્ટ, ડાબેરી પક્ષો, તમિલ મનિલા કોંગ્રેસ, ડીએમકે, આસામ ગણ પરિષદ તથા અન્ય નાના પક્ષોનો સમાવેશ થતો હતો. જનતા દળના નેતા એચ.ડી. દેવેગૌડાએ 1 જૂનના રોજ સંયુક્ત મોરચાની ગઠબંધન સરકારની રચના કરી. આ ગઠબંધનનું નેતૃત્વ જનતા દળના નેતા એચડી દેવગૌડાએ કર્યું હતું. એચડી દેવગૌડાને સર્વસંમતીથી વડાપ્રધાન બનાવવામાં આવ્યા, તે સમયે તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી હતા. કોંગ્રેસનું સમર્થન મળ્યા બાદ એચડી દેવગૌડાએ 1 જૂન, 1996ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. એચડી દેવગૌડાની સરકાર માત્ર 11 મહિનામાં જ ઘર ભેગી થઈ ગઈ હતી. જે બાદ 21 એપ્રિલ 1997ના રોજ ઈન્દર કુમાર ગુજરાલે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ આ સરકારને બહારથી ટેકો આપી રહી હતી. પરંતુ રાજીવ ગાંધી હત્યાકાંડ પર જૈન કમિશનનો રિપોર્ટ લીક થયા બાદ કોંગ્રેસે પણ ગુજરાલને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ગુજરાલ 11 મહિના સુધી વડાપ્રધાન પદ પર રહ્યા, જેમાંથી તેઓ 3 મહિના માટે કેરટેકર પીએમ રહ્યા હતા. તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ આ બંને સરકારને ઘરભેગી કરી હતી. આ પછી 1998માં દેશમાં ફરી એકવાર મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?