ગુજરાતને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. ના માત્ર ગઢ પરંતુ રાજકીય લેબોરેટરી કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતમાં કરવામાં આવેલા પ્રયોગો દેશના બીજા રાજ્યોમાં અપનાવવામાં આવે છે. સી.આર.પાટીલના 5 લાખના ટાર્ગેટે તો નેતાઓને ટેન્શનમાં નાખી દીધા હતા. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી તેમ છતાંય સી.આર પાટીલને વસવસો રહી ગયો હતો. પછી તેમણે 5 લાખના લીડની વાત કરી પણ આજે વાત કરી છે કે કઈ બેઠક પર આ લીડના વાંધા પડી શકે છે!
સી.આર.પાટીલના ટાર્ગેટથી નેતાઓ ચિંતામાં!
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરી લીધું કે 2024ની ચૂંટણીમાં આપણે તમામ 26 બેઠક પર ફક્ત જીત નથી મેળવવી પરંતુ 5 લાખ મતની લીડથી જીત મેળવવી છે. પાટીલનો આ ટાર્ગેટ પૂરો કરવામાં સાંસદો, ધારાસભ્યોથી માંડીને પેજ પ્રમુખ સુધીના તમામ લોકોને સમજાવી દીધું છે પણ 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જેટલા ટકા મત મળ્યા હતા તેટલા જ ટકા મત આ વખતે પણ મળે તો શું 5 લાખની લીડનો ટાર્ગેટ પૂરો થાય તેમ છે કે નહી તેનું ગણિત સમજીએ..
2019માં સી.આર.પાટીલને મળ્યા હતા આટલા ટકા વોટ
એક મીડિયા અહેવાલ મુજબ નવસારી બેઠક પર 2019માં સી.આર.પાટીલને જે લીડ મળી હતી તે આખા દેશમાં સૌથી વધુ લીડ હતી. તેમને કુલ 9,72,739 મત મળ્યા હતા. પાટીલને મળેલા કુલ મતની ટકાવારી જોઇએ તે 74.37 ટકા થાય છે. નવસારી બેઠક પર આ વખતે કુલ 13.26 લાખ મત પડ્યા છે. હવે ગઇ વખતની જેમ આ વખતે પણ પાટીલને 74.37 ટકા મત એટલે કે 9.86 લાખ મત મળે તો તેમને 6.46 લાખ મતની લીડ મળી શકે.
વડોદરા બેઠક પર ભાજપે બદલ્યા ઉમેદવાર
બીજી બેઠક એક વડોદરા જે શરૂઆવતથી ચર્ચામાં હતી અને ત્યાં ઉમેદવાર બદલાવા પડ્યા 2019માં વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને કુલ મતદાનમાંથી 72.30 ટકા મત મળ્યા હતા. આ વખતે અહીં રંજનબેનના બદલે હેમાંગ જોશી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે. આ વખતે 12 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જો હેમાંગ જોશીને 2019ની પેટર્ન પ્રમાણે 72.30 ટકા એટલે કે આ વખતના કુલ મતદાનમાંથી 8.68 લાખ મત મળે તો તેમને 5.35 લાખ મતની લીડ મળી શકે તેમ છે.
આ બેઠકો પર આવી શકે છે આટલી લીડ!
સંક્ષિપ્તમાં સમજીએ કે કઈ બેઠક પર 3 લાખથી વધુ લીડ આવી શકે છે તેવી બેઠક છે પંચમહાલ, અમદાવાદ ઈસ્ટ, ખેડા , રાજકોટ, બનાસકાંઠા, વલસાડ , છોટાઉદેપુર. હવે વાત 2 લાખથી વધુ લીડ આવી શકે એની કરીએ તો 2019 પ્રમાણે ભાવનગર, અમદાવાદ વેસ્ટ ,કટછ . મહેસાણામાં રસાકસી થવાની છે જોકે એવી બેઠક પણ છે જ્યાં 1 લાખ ઓછી લીડ પણ મળી શકે છે.
રાજેશ ચૂડાસમાને ભાજપે આપી ટિકીટ
તેમાં જુનાગઢ અને દાહોદ ગણતરીની વાત કરીએ તો .... જુનાગઢ બેઠકની વાત કરીએ તો મનોમંથન બાદ ભાજપે આ બેઠક પરથી રાજેશ ચુડાસમાને ફરીથી ટિકીટ આપી હતી. રાજેશ ચુડાસમાએ 2019ની ચૂંટણીમાં 54.52 ટકા મત મેળવ્યા હતા. આ વખતે અહીં 10.57 લાખ મતદારોએ મતદાન કર્યું છે. જો રાજેશ ચુડાસમાને 2019ની પેટર્ન પ્રમાણે આ વખતે પણ 54.52 ટકા મત મળે તો તેઓ 5.76 લાખ મત મેળવી શકે અને તેમની લીડ 95 હજારથી વધુ મતની થઇ શકે.
દાહોદમાં ઉમેદવારને મળી હતી સૌથી ઓછી લીડ
ગઈ ચૂંટણીમાં ભાજપને જે બેઠક પર સૌથી ઓછી લીડ મળી હતી તે બેઠક એટલે દાહોદ. 2019માં જસવંતસિંહ ભાભોર અહીંથી 52.84 ટકા મત મેળવી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. આ વખતે પણ ભાજપે તેમને ફરીથી ટિકિટ આપી છે. ત્યાં શું થાય છે તે પણ જોવાનું છે. તો હવે દરેક બેઠક પર ગણિત તો રસપ્રદ છે આ ગણિતમાં કોણ અવ્વલ આવે છે અને કોણ ફેલ થાય છે તે જોવાનું રહ્યું..