Lok sabha Election : મંગળવારે BJP જાહેર કરી શકે છે વધુ 150 ઉમેદવારોના નામ, યાદીમાં Gujaratની બાકી રહેલી 11 બેઠકોના ઉમેદવારોના નામ હોવાની ચર્ચા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-11 09:58:53

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પહેલી યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ હતા. ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. ત્યારે બધાને ઈંતેઝારી છે બાકી રહેલા ઉમેદવારોના નામ ક્યારે આવશે એની? મળતી માહિતી અનુસાર ભાજપની બીજી યાદી મંગળવાર સાંજ સુધીમાં આવી શકે છે અને આ બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ હોઈ શકે છે. ગુજરાતની બાકી રહેલી 11 સીટોના ઉમેદવારોના નામ બીજી યાદીમાં હશે તેવી માહિતી સામે આવી રહી છે.   


પ્રથમ યાદીમાં ગુજરાતના 10 ઉમેદવારોને કરાયા છે રિપીટ!

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે હાલ દરેક બેઠક બીજેપી પાસે છે. અનેક વખત સી.આર.પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પાંચ લાખની લીડને લઈ. સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પૂર્ણ કરવા સામ,દામ,દેડ, ભેદની રણનીતિ અપનાવામાં આવી રહી છે. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપને ટેન્શન ઓછું છે પરંતુ અનેક બેઠકો એવી પણ છે જ્યાં ભાજપને ટફ ફાઈટ મળી શકે છે. ગણતરી કર્યા બાદ ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યું છે. પ્રથમ યાદીમાં ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. એવું લાગતું હતું સરપ્રાઈઝ મળી શકે છે પરંતુ તેવું ના થયું. ભાજપે 15માંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા જ્યારે પાંચ નવા ઉમેદવારોમાં એક નામ છે પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા. તે સિવાય બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. 


આવતી કાલે ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની બીજી યાદી!

મંગળવારે ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોને લઈ મંથન કરવા માટે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા તેવી માહિતી સામે આવી હતી. સી.એમ સાથે સી.આર.પાટીલ પણ હતા તેવી પણ માહિતી સામે  આવી હતી. એવી માહિતી સામે આવી છે કે આવતીકાલે સાંજે દિલ્હી ખાતે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠક મોડી રાત સુધી ચાલી શકે છે અને મંગળવારે 150 સીટ માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 


11 બેઠકોમાંથી કેટલી બેઠકો માટે ભાજપ ઉતારશે મહિલા ઉમેદવાર? 

બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારો પણ હશે તેવું સૂત્રોનું કહેવું છે. 11 બેઠકો જે બાકી છે તેમાંથી અનેક બેઠકો પર હાલ મહિલા છે. ભાજપ દ્વારા ગુજરાત માટે જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં માત્ર બે મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી છે. એક છે પૂનમ માડમ અને બીજા છે રેખાબેન ચૌધરી. ત્યારે બાકી રહેલી બેઠકો પર મહિલા ઉમેદવાર આવે છે કે નહીં તે જોવું રહ્યું..       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?