મહારાષ્ટ્રમાં BJPને અજીત પવારની શું જરૂર પડી, જાણો ભાજપની રણનીતિ શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-02 19:44:34

મહારાષ્ટ્રમાં શિવસેનાના વિભાજન પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પણ હવે તે જ માર્ગ પર છે, અજિત પવારે છેલ્લા 12 વર્ષમાં પાંચમી વખત નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. પોતાની પહેલી પ્રતિક્રિયામાં તેમણે PM મોદીના વખાણ કર્યા છે અને મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપ સાથે આવવાની વાત કરી છે. તો બદલામાં તેમને એક સારા વહીવટકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા છે, પરંતુ આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે ભાજપને અજિત પવારની જરૂર કેમ પડી? તો જવાબ એકદમ સરળ છે કે ભાજપ 2024માં કોઈ નુકસાન ઉઠાવવા માંગતી નથી. વર્ષ 2024માં પહેલીવાર ભાજપ તેના પરંપરાગત સહયોગી ઠાકરે પરિવારથી અલગ થઈને લોકસભાની ચૂંટણી લડશે.


ભાજપ માટે મહારાષ્ટ્ર કેમ મહત્વનું છે?


યુપી પછી મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં લોકસભાની સૌથી વધુ 48 બેઠકો છે. ભાજપે ગત ચૂંટણીમાં શિવસેના સાથે ગઠબંધન કરીને 41 બેઠકો જીતી હતી. એનસીપીને 4 અને કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને 1-1 સીટ મળી છે. એક બેઠક પર અપક્ષ નવનીત રાણાનો વિજય થયો હતો. 41 બેઠકોમાં ભાજપને 23 અને શિવસેનાને 18 બેઠકો મળી હતી. ભાજપે 25 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 23 બેઠકો જીતી હતી. તો બીજી તરફ શિવસેનાએ 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 18 બેઠકો જીતી હતી.


શું છે ભાજપનો પ્લાન?


વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રમાં તેના પગ ફેલાવવા માંગે છે અને તે ઉપરાંત ઠાકરે પરિવારથી થનારા નુકસાનને ટાળવા માંગે છે. આવી સ્થિતિમાં, જ્યારે પાર્ટી આ વખતે 400ને પાર કરવાનો નારા લગાવી રહી છે, ત્યારે પાર્ટી તેની લોકસભા બેઠકોની સંખ્યા કોઈ પણ સંજોગોમાં ઘટવા દેવા માંગતી નથી. અજિત પવાર સાથે હાથ મિલાવવા પાછળના કારણો ગમે તે હોય, પણ ભાજપ મિશન 2024ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. જો પવાર અને ઉદ્ધવ નબળા હશે તો ભાજપની રાજકીય સ્થિતિ સારી રહેશે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.