જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી મણિપુર મુદ્દાને લઈ હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત થઈ જાય છે. આજે પણ સંસદની કાર્યવાહી દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો અને હંમેશાની જેમ આજે પણ ભારે હોબાળાને કારણે લોકસભાની તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન પિયુષ ગોયેલે નિવેદન આપ્યું છે કે મણિપુર મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. મણિપુર અંગે બપોરે બે વાગ્યે ચર્ચા કરવામાં આવે તેવી અમારી ઈચ્છા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવ્યો કે વિપક્ષ આ ચર્ચાથી ભાગી રહી છે. મહત્વનું છે કે I.N.D.I.Aના સાંસદો મણિપુરની મુલાકાત લઈ દિલ્હી પરત ફર્યા છે અને મણિપુરની સ્થિતિ અંગે વિપક્ષી દળોની બેઠકમાં ચર્ચા થઈ હતી. હવે જોવું રહ્યું કે સાચે બે વાગ્યે મણિપુર મામલે સંસદમાં ચર્ચા થશે? જો સરકાર ચર્ચા કરવા તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા કરવા તૈયાર છે તો વાંધો ક્યાં છે તેવા પ્રશ્નો અનેક લોકોના મનમાં ઉઠી રહ્યા છે...