થોડા મહિનાઓ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પક્ષોએ જાહેર સ્થળો પર તેમજ શહેરની દિવાલોને પર પાર્ટીના ચિન્હોથી ચિતરી નાખી છે. ત્યારે હવે આ ચિન્હોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવવાનો છે. જો ફરી વખત દિવાલો પર પાર્ટીના ચિન્હો દોરવામાં આવશે તો AMC તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
અનેક દિવાલો પર જોવા મળે છે રાજકીય પાર્ટીના ચિન્હો
પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો અનેક જગ્યાઓ
પર હોર્ડિંગ્સ લગાડતા હોય છે. બિલ્ડિંગો પર તેમજ રિક્ષા પાછળ અનેક પક્ષોના પોસ્ટર
જોવા મળે છે. ત્યારે પ્રચાર માટે દિવાલો તેમજ સરકારી મિલક્તોની દિવાલ પર પાર્ટીનો
ચિન્હો જોવા મળે છે. દિવાલો પરથી પક્ષોના ચિન્હોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં
આવી છે.
AMC કરી રહી છે લોગો હટાવવાની કામગીરી
ચિન્હોને હટાવવામાં અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવશે. તે માટે દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યા પરથી ચિન્હ હટાવવામાં આવ્યા છે જો ત્યાં ફરીથી ચિન્હો ચિતરવામાં આવશે તો તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે.