ગુજરાત પર તીડના આક્રમણે ચિંતા વધારી, રાજસ્થાનમાં તીડના સંકટના પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં


  • Published By :
  • Published Date : 2023-08-14 11:16:47

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે, રાજ્યમાં ફરી એક વખત તીડના આક્રમણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર ત્રણ વર્ષ બાદ ફરી એકવાર તીડના આક્રમણનું સંકટ તોળાયું છે. જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તાર અને થરાદના ચારડા, વાવના અસારાવાસ, સુઇગામના જલોયા અને માધપુરા ગામ સહિત રાધનપુર પંથકમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા ગામોની વિઝીટ કરાઈ હતી અને તીડ બાબતે માહિતી મેળવી હતી. તીડના આક્રમણના સંકટને લઈને ફરી ખેડૂતોની સાથે-સાથે વહીવટી તંત્રની પણ ચિંતા વધી છે. રાજ્ય સરકાર તીડના આક્રમણના સામે એક્શન મોડમાં આવી ગઈ છે.


ગુજરાતથી 500 કિમી દુર   


રાજસ્થાનમાં તીડ હોવાનું જાણવા મળતા હજુ ગુજરાતથી 500 કિલોમીટરથી વધુ તીડ દૂર હોવાના સંકેત મળ્યા છે. જ્યારે ત્રણ વર્ષ બાદ ફરી તીડનો ખતરો તોળાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા તીડ નિયંત્રણ ટીમ દ્વારા થરાદ તાલુકાના ચારડા, વાવ તાલુકાના અસારાવાસ તેમજ સુઈગામ તાલુકાના માધપુરા જલોયા અને સુઇગામ તાલુકાની તીડ નિયંત્રણ ટીમ દ્વારા ખેતરોમાં જઈ વિઝિટ કરાઈ હતી, અને તીડ બાબતે નિરીક્ષણ કર્યું હતું.


ચોમાસુ પાકને નુકસાનની આશંકા   


રાજ્યમાં હાલ ચોમાસુ બાજરી, જુવાર, મગ, મઠ, તલ અને મગફળી જેવા પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે તીડ આવવાના સંકેત મળતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તીડ પહેલાં તીડ નિયંત્રણ ટીમ એલર્ટ અને બનાસકાંઠાના થરાદના ચારડા, વાવના અસારાવાસ અને સુઇગામના જલીયા, માધપુરા, સુઇગામ સહિત રાધનપુર વિસ્તારમાં વિઝીટ કર્યાનું અધિકારીએ જણાવ્યું હતું. 


 વહીવટી તંત્ર એલર્ટ


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થરાદ, વાવ અને સુઈગામ સહિતના ગામડાઓમાં ભારે સંખ્યા તીડના ઝૂંડ ખેતરોમાં આવેલા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાનનો વારો આવ્યો હતો. જ્યારે આ તીડનો ખતરો પાટણ જિલ્લામાં વર્તાઈ રહ્યો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડ આવશે કે નહીં તે હજી ચોક્કસ જાણવા નથી મળ્યું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હાલ તો એલર્ટ રહીને સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ તો ખેડૂતોમાં તીડ આવવાના સંકેતને લઈને ચિંતિત બન્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.