17 સપ્ટેમ્બરથી રાજ્યની આરોગ્ય સંસ્થાઓ જેવી કે સામુહિક આરોગ્ય કેન્દ્ર , સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં સોમવારથી રવિવાર સુધી સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ફરજિયાત ઓપીડી ચાલુ રાખવા સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. પરંતુ રવિવારે અસારવા સિવિલ હોસ્પિટલની બહાર તાળાં લાગેલા હતા. ઉપરાંત દૂર દૂર થી આવેલા દર્દીઓને સોમવારે આવવા જણાવ્યું
OPD ચાલુ રાખવાનો નિર્ણય શનિવારેજ અમલ કરવામાં આવ્યો.
આરોગ્ય વિભાગ મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે શનિવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તમામ આરોગ્ય સંસ્થાનું opd સોમવારથી શનિવાર સવારે 9થી 1 અને સાંજે 3થી 5 હતો. પરંતુ તેમાં ફેરફાર કરીને શનિવારે સાંજે 4થી8 કરવામાં આવ્યો છે. તેમજ રવિવાર ફરજિયાત સવારે 9થી 1 opd ચાલુ રાખવા જાહેરાત કરવામાં આવી.
ક્યારે opd રહશે બંધ
opd 14 જાહેર રજાના દિવસોએ બંધ રહશે જેમાં રમજાન ઈદ, સ્વતંત્ર દિન, બકરી ઈદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, મહોર્રમ, ગાંધી જયંતી, દશેરા, દિવાળી બીજો દિવસ (નૂતન વર્ષ) અને નાતાલ.જેવી રજા સામેલ છે.