ફરી એકવાર સોમનાથમાં ડિમોલિશનને લઈને વિવાદ થયો છે.... સોમનાથ નજીક વેણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી કોળી સમાજની જગ્યાને ખાલી કરવાતા વિવાદ થયો છે... અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા ફરી એકવાર લોકોની વહારે ગયા છે... ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રામક દેખાયા છે....
શું છે સમગ્ર મુદ્દો?
સોમનાથ નજીક વેણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી કોળી સમાજની જ્ઞાતિની જગ્યા પર રામદેવપીર મહારાજનું મંદિર અને અહીં જ ગૌશાળા બનાવવામાં આવી છે. આ જગ્યા હવે કોળી સમાજ અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદનું કેન્દ્ર બની રહી છે. પાછલા કેટલાક દિવસોથી નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ દ્વારા આ જગ્યા ખાલી કરવામાં આવે તેવી સ્થળ તપાસ પર પર હાજર કોળી સમાજના વ્યક્તિને જાણ કરવામાં આવી હતી... આ આખા કેસમાં હવે આ વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મેદાનમાં આવ્યા છે તેમણે નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1993માં કોળી સમાજને આપવામાં આવેલી જગ્યાને લઈને દાવો કર્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ખોટી રીતે રામદેવપીર મહારાજનું મંદિર અને ગૌશાળાને હટાવવાની જે પેરવી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કર્યો છે.
શું કહે છે કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ?
વેણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી કોળી સમાજની જગ્યાનો મામલો આગામી દિવસોમાં વધુ પેચીદો બની શકે છે. હાલ તો સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 1993માં આ જમીન કે જેને આજે ખાલી કરાવવા માટે તંત્રના અધિકારી અને કર્મચારીઓ આવી રહ્યા છે. તેના દસ્તાવેજી પુરાવા પણ કોળી સમાજ પાસે છે. તેઓ દાવો કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા કરી રહ્યા છે. તેની વચ્ચે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન કુડિયાએ આ મામલામાં કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. જેને લઈને હવે આગળ દિવસોમાં આ જગ્યા પર તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવે છે કે કેમ. જો કોળી સમાજ સમગ્ર જગ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલું કોઈ પણ લેખિત બાહેધરીપત્ર રજૂ ન કરી શકે તો આવનારા દિવસોમાં આ જગ્યા પર પણ ડિમોલેશન હાથ ધરાય તેવી પણ શક્યતાઓ છે.