રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થતા તારીખ 16 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યભરમાં મતદાનનો માહોલ હતો. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં, 66 નગરપાલિકામાં સામાન્ય અને 2 નગરપાલિકામાં મધ્યવર્તી એમ કુલ 68 નગરપાલિકામાં ચૂંટણી માટે મતદાન થયુ હતુ. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં ઐતિહાસિક પરિણામ આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને મોટા ભાગની બેઠકો પરથી કોંગ્રેસનાં કાસળ નીકળી ગયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે.
68 નગરપાલિકાઓનાં ચૂંટણીનાં પરિણામ:
જિલ્લો: અમદાવાદ
બાવળા નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 14 પર ભાજપ અને 13 પર કોંગ્રેસ અને 1 પર બસપા
સાણંદ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 25 બેઠક પર ભાજપ અને 3 પર કોંગ્રેસ
ધંધૂકા નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 20 પર ભાજપ, 7 પર કોંગ્રેસ અને 1 પર અન્ય
જિલ્લો: મહેસાણા
વડનગરમાં કુલ 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ
ખેરાલુમાં કુલ 24 બેઠકમાંથી 13 પર ભાજપ, 7 પર કોંગ્રેસ અને 4 પર અન્ય
જિલ્લો: રાજકોટ
જેતપુર-નવાગઢમાં કુલ 44 બેઠકમાંથી 32 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 11 પર અન્ય
ધોરાજીમાં કુલ 36 બેઠકમાંથી 24 પર ભાજપ, 12 પર કોંગ્રેસ
ભાયાવદરમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 9 પર કોંગ્રેસ
ઉપલેટામાં કુલ 36 બેઠકમાંથી 27 પર ભાજપ, 6 પર કોંગ્રેસ, 3 પર અન્ય
જસદણમાં કુલ 28 બેઠકમાંથી 22 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય
જિલ્લો: મોરબી
હળવદમાં કુલ 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ
વાંકાનેરમાં કુલ 28 બેઠકમાંથી 21 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 2 પર અન્ય
જિલ્લો: વલસાડ
વલસાડ નગરપાલિકામાં કુલ 44 બેઠકમાંથી 42 પર ભાજપ, 2 પર કોંગ્રેસ
પારડીમાં કુલ 28 બેઠકમાંથી 22 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય
ધરમપુરમાં કુલ 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર અન્ય
જિલ્લો: સાબરકાંઠા
ખેડબ્રહ્મામાં કુલ 28 બેઠકમાંથી 17 પર ભાજપ, 11 પર કોંગ્રેસ
તલોદમાં કુલ 24 બેઠકમાંથી 22 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 1 પર અન્ય
પ્રાંતિજમાં કુલ 24 બેઠકમાંથી 19 પર ભાજપ, 2 પર કોંગ્રેસ, 3 પર અન્ય
જિલ્લો: વડોદરા
કરજણમાં કુલ 28 બેઠકમાંથી 19 પર ભાજપ, 8 પર આપ, 1 પર અન્ય
જિલ્લો: સુરેન્દ્રનગર
થાનગઢમાં કુલ 28 બેઠકમાંથી 25 પર ભાજપ, 3 પર અન્ય
જિલ્લો: મહિસાગર
બાલાસિનોરમાં કુલ 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 9 પર કોંગ્રેસ, 3 પર અન્ય
લૂણાવાડામાં કુલ 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 11 પર કોંગ્રેસ, 1 પર અન્ય
સંતરામપુરમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 7 પર કોંગ્રેસ, 2 પર અન્ય
જિલ્લો: ભાવનગર
શિહોરમાં કુલ 36 બેઠકમાંથી 25 પર ભાજપ, 8 પર કોંગ્રેસ, 3 પર અન્ય
ગારિયાધારમાં કુલ 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 7 પર કોંગ્રેસ, 3 પર આપ
તળાજામાં કુલ 28 બેઠકમાંથી 17 પર ભાજપ, 11 પર કોંગ્રેસ
જિલ્લો: બોટાદ
બોટાદમાં કુલ 44 બેઠકમાંથી 41 પર ભાજપ, 3 પર કોંગ્રેસ
ગઢડામાં કુલ 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 10 પર કોંગ્રેસ
જિલ્લો: અમરેલી
રાજૂલામાં કુલ 28 બેઠકમાં તમામ પર ભાજપ
જાફરાબાદમાં તમામ 28 બેઠક પર ભાજપ
લાઠીમાં કુલ 24 બેઠકમાંથી 18 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય
ચલાલામાં તમામ 24 બેઠક પર ભાજપ
જિલ્લો: આણંદ
આંકલાવમાં કુલ 24 બેઠકમાંથી 10 પર ભાજપ, 14 પર અન્ય
બોરિયાવીમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 6 પર કોંગ્રેસ, 3 પર અન્ય
ઓડમાં તમામ 24 બેઠક પર ભાજપ
જિલ્લો: કચ્છ
ભચાઉમાં તમામ 28 બેઠક પર ભાજપ
રાપરમાં 28 બેઠકમાંથી 21 પર ભાજપ, 7 પર કોંગ્રેસ
જિલ્લો: ખેડા
ખેડામાં 28 બેઠકમાંથી 14 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 13 પર અન્ય
ચકલાસીમાં 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 11 પર અન્ય
મહેમદાવાદમાં 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 10 પર અન્ય
ડાકોરમાં ટાઈ, કુલ 28 બેઠકો પૈકી 14 ભાજપને અને 14 અન્યનાં ફાળે
મહુધામાં 24 બેઠકમાંથી 14 પર ભાજપ, 10 પર અન્ય
જિલ્લો: ગાંધીનગર
માણસામાં 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ
જિલ્લો: ગીરસોમનાથ
કોડીનારમાં તમામ 28 બેઠકો પર ભાજપ
જિલ્લો: છોટાઉદેપુર
છોટાઉદેપુરમાં 28 બેઠકમાંથી 8 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 6 પર સપા, 4 પર બસપા અને 9 પર અન્ય
જિલ્લો: જામનગર
કાલાવાડમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ
જામજોધપુરમાં 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર અન્ય
ધ્રોલમાં 28 બેઠકમાંથી 15 પર ભાજપ, 8 પર કોંગ્રેસ, 1 પર અન્ય
જિલ્લો: જૂનાગઢ
જૂનાગઢ મનપામાં 60 બેઠકમાંથી 48 પર ભાજપ, 11 પર કોંગ્રેસ, 1 પર અન્ય
માંગરોળમાં 36 બેઠકમાંથી 15 પર ભાજપ, 15 પર કોંગ્રેસ, 6 પર અન્ય
માણાવદરમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ
ચોરવાડમાં 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર કોંગ્રેસ
વિસાવદરમાં 24 બેઠકમાંથી 21 પર ભાજપ, 3 પર કોંગ્રેસ
વંથલીમાં 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર કોંગ્રેસ
બાંટવામાં તમામ 24 બેઠક પર ભાજપનો વિજય
જિલ્લો: તાપી
સોનગઢમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ
જિલ્લો: દાહોદ
ઝાલોદમાં 28 બેઠકમાંથી 17 પર ભાજપ,11 પર અન્ય
દેવગઢ બારિયામાં 24 બેઠકમાંથી 13 પર ભાજપ, 3 પર કોંગ્રેસ, 8 પર અન્ય
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
દ્વારકામાં તમામ 28 બેઠક પર ભાજપનો વિજય
સલાયામાં 24 બેઠકમાંથી, 15 પર કોંગ્રેસ, 13 પર આપ
ભાણવડમાં 24 બેઠકમાંથી 21 પર ભાજપ, 3 પર કોંગ્રેસ
જિલ્લો: નવસારી
બીલિમોરામાં 36 બેઠકમાંથી 29 પર ભાજપ, 2 પર કોંગ્રેસ, 5 પર અન્ય
જિલ્લો: પંચમહાલ
હાલોલમાં 36 બેઠકમાંથી 34 પર ભાજપ, 2 પર અન્ય
કાલોલમાં 28 બેઠકમાંથી 18 પર ભાજપ,10 પર અન્ય
જિલ્લો: પાટણ
રાધનપુરમાં 28 બેઠકમાંથી 25 પર ભાજપ, 3 પર કોંગ્રેસ
હારીજમાં 24 બેઠકમાંથી 14 પર ભાજપ, 10 પર કોંગ્રેસ
ચાણસ્મામાં 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 4 પર અન્ય
જિલ્લો: પોરબંદર
રાણાવાવમાં કુલ 28 બેઠકમાંથી 8 પર ભાજપ, 20 પર સપા
કુતિયાણાંમાં કુલ 24 બેઠકમાંથી 10 પર ભાજપ, 14 પર સપા
આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખુબ સારુ રહ્યુ છે. કુલ 68 નગરપાલિકાઓમાંથી જૂનાગઢ મનપા સહિત 61 પર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને કોંગ્રેસે એકમાત્ર સલાયા નગરપાલિકા પર જીત હાંસિલ કરી છે. દેવભૂમિ દ્વારકાની 28 બેઠકવાળી આ નગરપાલિકામાં ભાજપનાં ફાળે એકપણ બેઠક નથી આવી.
પોરબંદર જિલ્લાની બે નગરપાલિકા કુતિયાણા અને રાણાવાવનાં પરિણામો સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યા છે. આ બન્ને નગરપાલિકા પર સમાજવાદી પાર્ટી ભાજપને મ્હાત આપીને પોતાનુ સામ્રાજ્ય સ્થાપવામાં સફળ રહી છે.
નગરપાલિકાઓમાં આ વખતે 61.65% મતદાન થયુ