દેશમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.. ગુજરાત સહિત 11 રાજ્યોમાં આજે મતદાન થવાનું છે.. આજે 93 બેઠકોના મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. પીએમ મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અમિત શાહ, આનંદી બેન પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ મોદીએ મતદાન કર્યું છે.. ગુજરાતની તમામ 25 બેઠકો , મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14 બેઠકો પર મતદાન થવાનું છે... છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો હર્ષ સંઘવીએ, પરષોત્તમ રૂપાલાએ મતદાન કરી દીધું છે.. ચૈતર વસાવાએ પણ મતદાન કર્યું છે. બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે..