મુંબઈ લિવ-ઇન મર્ડર: 56 વર્ષીય લિવ-ઇન પાર્ટનરે 32 વર્ષીય યુવતીની હત્યા કરી, પછી કટરથી લાશના ટુકડા કરીને કૂકરમાં ઉકાળી કુતરાને ખવડાવ્યા


  • Published By :
  • Published Date : 2023-06-08 15:24:44

દિલ્હીમાં શ્રદ્ધા વાલ્કર હત્યા કેસમાંથી લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા નથી ત્યાં વધુ એક રૂંવાટા ઉભા કરી દે તેવો નવો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક ચોંકાવનારો ઘટના બની છે. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા કરી નાખી છે. એટલું જ નહીં,  તે ઘાતકી માણસે તીક્ષ્ણ હથિયાર વડે બાળકીના મૃતદેહના ઘણા ટુકડા કરી નાખ્યા હતા. આ વ્યક્તિ આટલેથી ન અટક્યો, તેણે મૃતદેહના ટુકડા પણ કુકરમાં ઉકાળી દીધા હતા. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે એક પછી એક ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે.


કપલ લિવ-ઈનમાં રહેતું હતું


લિવ-ઈનમાં રહેતી એક યુવતીની તેના જ પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી. 56 વર્ષીય આરોપી મનોજ સહાની છેલ્લા ત્રણ વર્ષથી ગીતા નગર ફેઝ 7માં ગીતા આકાશ દીપ બિલ્ડિંગમાં ફ્લેટ 704માં સરસ્વતી વૈદ્ય (36) સાથે રહેતો હતો. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઘટના મીરા રોડ વિસ્તારના નયા નગરની જણાવવામાં આવી રહી છે. અહીં બંને લિવ-ઈનમાં રહેતા હતા. પોલીસનું કહેવું છે કે, પાડોશીઓએ ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે ફરિયાદ કરી હતી. અહીં મહિલાની હત્યાનું કારણ બહાર આવ્યું નથી. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, તે વ્યક્તિએ કટર વડે લાશના અનેક ટુકડા કરી નાખ્યા હતા અને પછી તેના શરીરના ભાગોને કૂકરમાં ઉકાળી દીધા હતા. ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ પોલીસને કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનોજ બોરીવલીમાં નાની દુકાન ચલાવે છે.બિલ્ડિંગના રહેવાસીઓએ પોલીસને જાણ કરીનયાનગર પોલીસ સ્ટેશનને બુધવારે સાંજે બિલ્ડિંગના રહેવાસીઓનો ફોન આવ્યો હતો જેમણે દંપતીના ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે ફરિયાદ કરી હતી. તેના ઘરમાંથી સડી ગયેલા શરીરના અવયવોના કારણે હત્યા ત્રણ-ચાર દિવસ પહેલા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાની સડી ગયેલી લાશ મળી હતી, જેના ઘણા ટુકડા કરવામાં આવ્યા હતા. આરોપીએ લાશના ટુકડા કુતરાને ખવડાવ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


હત્યાનું કારણ જાણી શકાયું નથી


પોલીસના જણાવ્યા પ્રમાણે મનોજ સહાની અને સરસ્વતી વૈદ્ય લિવ-ઇન રિલેશનશીપમાં ગીતા આકાશ દીપ બિલ્ડિંગમાં રહેતા હતા. કપલ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, જેના પગલે મહિલાની તેના પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેના શરીરના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે અમે ઘરે પહોંચ્યા અને દરવાજો ખોલ્યો, ત્યારે અમને સમજાયું કે આ હત્યાનો કેસ છે અને શંકાસ્પદ વ્યક્તિએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો," જયંત બજબલે, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન 1)એ મીડિયાને જણાવ્યું હતું.પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?