Bhopalના પ્રવાસે PM Modi, પોતાના સંબોધનમાં તેમણે કૉંગ્રેસ વિશે કહી આ વાત, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-25 15:01:34

પીએમ મોદી હાલ ભોપાલના પ્રવાસે છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભને પીએમ મોદી સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓ પર વિપક્ષને ઘેરી હતી. કોંગ્રેસની સરખામણી તેમણે નકસલવાદીઓ સાથે કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પહેલા બરબાદ થઈ, પછી નાદાર થઈ અને હવે તેણે શહેરી નક્સલવાદીઓને પાર્ટી ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોંગ્રેસમાં હવે માત્ર શહેરી નક્સલીઓ જ ચાલે છે.

  

ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે - પીએમ મોદી 

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે આજે પીએમ મોદી છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર તો નિશાન સાધ્યું હતું પરંતુ તેની સાથે મધ્યપ્રદેશની જનતા માટે પણ તેમણે વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે આ ભીડ, ઉમંગ, ઉત્સાહ, મહાકુંભ, મહાન સંકલ્પ વિશે ઘણું બધું કહે છે. આ બતાવે છે કે મધ્યપ્રદેશના મનમાં શું છે? આ દર્શાવે છે કે ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે. આ ભાજપ અને ભાજપના દરેક કાર્યકર્તાનું બુલંદ મનોબળ દર્શાવે છે.


પીએમ મોદીએ મધ્યપ્રદેશને દેશનું દિલ કહ્યું  

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મધ્યપ્રદેશને દેશનું હૃદય કહેવામાં આવે છે. દેશના આ દિલનું ભાજપ સાથેનું જોડાણ કંઈક ખાસ રહ્યું છે. જનસંઘના સમયથી આજ સુધી એમપીની જનતાએ હંમેશા ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. મધ્યપ્રદેશ માત્ર ભાજપના વિચારોનું જ નહીં પરંતુ તેના વિકાસના વિઝનનું પણ મહત્વનું કેન્દ્ર છે. આજે જ્યારે દેશ અમૃતકાળની નવી વિકાસ યાત્રા પર નીકળ્યો છે ત્યારે મધ્યપ્રદેશની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે. 


કોંગ્રેસ મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે - પીએમ મોદી 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતમાં વિકાસના કાર્યોને પચાવી શકતી નથી... તેઓ નથી ઈચ્છતા કે દેશનો વિકાસ થાય... તેઓને દેશની સિદ્ધિઓ પર ક્યારેય ગર્વ નથી કારણ કે ન તો તેઓ બદલાવા ઈચ્છે છે અને ન તો દેશ બદલાય કે વિકાસ ઈચ્છે છે... કોંગ્રેસ જો તક મળશે તો મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે. આવનાર સમયમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી લક્ષી પણ તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ માટે આવનારા વર્ષો ખૂબ જ નિર્ણાયક છે... જો આ નિર્ણાયક સમયમાં કોંગ્રેસ, એક રાજવંશી પાર્ટી, ભ્રષ્ટાચારથી ભરેલી પાર્ટીને (સત્તામાં આવવાની) તક મળે છે, તો આ રાજ્ય માટે ઘણું મોટું નુકસાન હશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?