સૌરાષ્ટ્રના આ 5 ક્રિકેટરની કીટમાંથી દારુ ઝડપાયો, ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતા થયો પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2024-01-28 14:06:32

શું બીજું ગિફ્ટ સિટી સૌરાષ્ટ્રમાં બનાવવું પડશે? આવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કારણ કે, સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરો ચેકીંગ દરમિયાન દારૂ સાથે ઝડપાયા છે. ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકીંગ કરતા ભાંડો ફુટ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયનનું નામ દેશભરમાં આદરથી લેવાય છે પણ આ નામને કલંક લાગ્યું છે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર 23 ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી, ત્યારે પરત ફરતી વખતે તેમણે આ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો. આ 5 ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. સમગ્ર મામલે ઝીંણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ક્રિકેટરો ઝડપાયા


સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ સી.કે નાયડું ટ્રોફીની મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી. સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ પરત ફરતા હતા ત્યારે  ક્રિકેટરોના કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું. સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ખેલાડીઓ સી કે નાયડુ ટ્રોફી રમવા ચંદીગઢ ગયા હતા જે બાદ સિનિયરે જુનિયર ક્રિકેટર જોડે દારૂ-બિયર મંગાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોનું સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. જો કે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે જે પણ ક્રિકટરોની કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું છે તેમાંથી મોટા કેટલાક ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સીધો ઘરોબો ધરાવે છે. 


દારૂની 27 બોટલ મળી


આ મામલે એસસીએને જાણ કરતાં એસસીએ પણ આ વાત ઉપર કથિત રીતે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે. ટીમના પાંચ ખેલાડીની ક્રિકેટ કિટમાંથી 27 બોટલ દારૂ અને 2 પેટી બિયર ટીન મળ્યા હોવાની વાત છે. આ વાતને લઈ હવે જીતની ખુશી વિવાદમાં બદલાઈ ગઈ છે.


આ ક્રિકેટરોના નામ આવ્યા


જો સૂત્રોનું માનીયે તો જે પાંચ ક્રિકેટરોના કીટમાંથી દારૂ ઝડપાયો છે તેમના નામ પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મેહતા, પાર્શ્વરાજ રાણા, સ્મિતરાજ ઝાલા છે. જેમાંથી પ્રશમ રાજદેવ અને સ્મિતરાજ ઝાલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના હોદેદારો અને સ્ટાફ જોડે સબંધ ધરાવે છે. જો કે આ બાબતે કોઈ આધિકારીત માહિતી એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવી નથી.  


સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.નું મૌન


એવી ચર્ચા છે કે રણજી ટીમના એક સિનિયર ખેલાડીએ જુનિયર પાસેથી દારૂ અને બિયર મંગાવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોશીએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે. ત્યારે રણજી ટીમના સિનિયર ખેલાડીને ખુશ કરવા માટે જુનિયર ખેલાડીઓ દારૂ લઈને આવ્યા હોવાની ચર્ચાઓ થઇ રહૈ છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન દ્વારા ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તે જોવાનું રહ્યું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?