રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડતા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. બુટલેગરો દારૂની તસ્કરી અને દારૂનો જથ્થો છુપાવવા માટે નીતનવા તિકડમ કરતા રહે છે. જેમ કે અમદાવાદ પોલીસે શહેરના હાટકેશ્વરમાં આવેલા સ્મશાન ગૃહમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે 2.62 લાખનો વિદેશી દારૂ અને 11,000નો બિયર કબજે કરી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી છે, આ અક્ષય વેગડ પણ ભાજપનો સ્થાનિક નેતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અને ખોખરા વોર્ડનો ભાજપનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ અક્ષય વેગડની 1800 બોટલ સાથે પોલીસે ધરપકડ કરી છે. અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ CNG ભઠ્ઠીના ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખતા હતા તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
કઈ રીતે થયો પર્દાફાસ
હાટકેશ્વર સ્મશાનમાં જ રહેતા અને પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અક્ષય વેગડ દારૂના ધંધામાં સામેલ હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખોખરા પોલીસે હાટકેશ્વર સ્મશાન ગૃહમાં રેડ પાડી હતી. પોલીસને સ્મશાન ગૃહમાં આવેલી CNG ભઠ્ઠીમાંથી 1803 જેટલી વિદેશી દારૂની બોટલ અને 98 બિયરના ટીન મળી આવ્યા હતા. અક્ષય અને તેનો ભાઈ બહારથી વિદેશી દારૂ લાવી અને સ્મશાન ગૃહમાં સંતાડી દેતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા.
અક્ષય વેગડ અને તેનો ભાઈ દારૂનું વેચાણ કરતા
મળતી માહિતી મુજબ, ખોખરા પોલીસને બાતમી મળી હતી કે, હાટકેશ્વર સ્મશાન ગૃહમાં આવેલી CNG ભઠ્ઠીમાં કેટલોક દારૂનો જથ્થો સંતાડવામાં આવેલો છે. સ્મશાનમાં જ રહેતા અને પેટા કોન્ટ્રાક્ટ ધરાવતો અક્ષય વેગડ દ્વારા ત્યાં દારૂ ઉતારી અને વેચાણ કરવામાં આવે છે. જેના પગલે પોલીસે દરોડો પાડતા CNG ભઠ્ઠીમાંથી 1803 જેટલી વિદેશી દારૂની બોટલ અને 98 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, અક્ષય અને તેનો ભાઈ બહારથી વિદેશી દારૂ લાવી અને સ્મશાન ગૃહમાં સંતાડી દેતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા. ઉલ્લેખનિય છે કે આ ઘટના સામે આવ્યા બાદ આરોપી અક્ષય વેગડનો ભાજપના હોદ્દેદારો જેવા કે ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ચેતન પરમારથી લઈ શહેર ભાજપના અનેક હોદ્દેદારો સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.