ગુજરાતમાં અનેક એવા કાયદા, અનેક યોજનાઓ છે જે માત્ર કાગળ પર જ દેખાતી હશે. કાગળ પર કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ હશે પરંતુ વાસ્તવિક્તા આપણે જાણીએ છીએ. તેવી જ રીતે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. જે રાજ્યમાં દારૂબંધી હોય તે રાજ્યમાં દારૂ કેવી રીતે મળે... પરંતુ આ તો ગુજરાત છે, અહીંયા લોકો જુગાડ કરીને પણ દારૂની વ્યવસ્થા કરી લેતા હોય છે. ત્યારે દારૂ સપ્લાય કરનારા બુટલેગરો બેફામ બન્યા છે. અનેક વખત દારૂનો જથ્થો પકડાય છે.
પ્લાસ્ટીકની થેલીઓમાં ભરી વેચાતો હતો દારૂ
ત્યારે આજે પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે સુરતમાંથી. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામની એક સોસાયટીમાં દરોડા પાડ્યા અને દારૂની બોટલો નહીં પરંતુ પ્લાસ્ટીકની થેલીમાં બાંધેલો દારૂ મળી આવ્યો. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે આરોપી છે તે રાજસ્થાનનો છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે પણ મહીસાગરથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. સ્કૂલની બસના માધ્યમથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી.
અમદાવાદથી પણ સામે આવ્યા છે આવા સમાચાર
મહત્વનું છે કે થોડા દિવસો પછી 31 ડિસેમ્બર આવી રહી છે. આ દિવસે અનેક લોકો પાર્ટી-શાર્ટી કરતા હોય છે. આ સમયગાળા દરમિયાન પોલીસ, એલસીબી સહિતની ટીમો સતર્ક થઈ જતી હોય છે. 31 પહેલા પણ અનેક જગ્યાઓથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. અમદાવાદના બાવળામાંથી એસીડના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો હતો. મહત્વનું છે કે અવાર-નવાર પકડવામાં આવતા દારૂના જથ્થાઓ પરથી નથી જ લાગતું કે ગુજરાતમાં દારૂબંધી હોય. જો તમને લાગતું હોય તો