સિમેન્ટ મિક્ષર ટેન્કરની અંદર 49.32 લાખનો દારૂ ઝડપાયો, પોલીસ પણ દારૂ તસ્કરીની આ મોડસ ઓપરેન્ડી જોઈ ચોંકી ઉઠી


  • Published By :
  • Published Date : 2023-07-18 17:58:41

ગુજરાતમાં દારૂબંધી હવે નામની જ રહી છે, રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં દારૂનું બિન્દાસ્ત વેચાણ થાય જ છે. બુટલેગરો પણ દારૂની તસ્કરી માટે વિવિધ પ્રકારની ટેકનિક અપનાવતા રહે છે. જેમ કે ખેડા જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાન પાસીંગ ધરાવતા સીમેન્ટ મિક્ષર ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે વંડર સીમેન્ટ વાહન ટાટા ટેન્કર નંબર આર.જે.27.જી.ઈ.2639ની નડિયાદથી વડોદરા તરફ એક્સપ્રેસ હાઇવે ઉપર જવાનું છે. જેમા વંડર સીમેન્ટની ટેન્કરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો દારૂનો જથ્થો ભરેલો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ટેન્કરમાંથી પકડાયેલા વિદેશી દારૂની બજાર કિંમત લગભગ રૂ. 49.32 જેટલી થાય છે.


બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી


ખેડા પોલીસના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે પોલીસે નડિયાદ એક્સપ્રેસ વે ઉપર આણંદ તરફ જતા ઉત્તરસંડા ચકલાસી ઓવરબ્રીજની પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ચકલાસી ઓવરબ્રીજની પાસે કેવલનગર તાબે ચકલાસી સીમ પીલ્લર નંબર-15 નજીક જતા પ્રાપ્ત માહિતી પ્રમાણેની નંબરવાળી ટાટા ટેન્કર રનીંગમાં હતી. જેથી ચાલુ ગાડીએ પોલીસે હાથનો ઇશારો કરી ટેંન્કરને રોકાવી સાઇડમાં કરાવી અને ટેન્કરના કેબીનમાં જોતા ડ્રાઇવર બેઠો હતો. જેની પાસે ગાડી બંધ કરાવી ગાડીમાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ વિરેન્દ્રકુમાર રામ સ્વરૂપ કાનારામ જાટ હોવાનું જણાવ્યું હતું. જે રાજસ્થાનના સીકર જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વંડર સીમેન્ટ વાહન ટાટા કંપનીની ટેન્કરમાં પોલીસે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ટેન્કરમાં ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની મોટી 9864 નંગ બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપીયા 49,32,000 જેટલી થાય છે. પોલીસે ડ્રાઈવર વિરેન્દ્રકુમારની તલાસી લેતા તેની પાસેથી રોકડા 1000 રૂપીયા તથા એક 5 હજાર રૂપીયાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ, મોબાઈલ તથા 10 લાખ રૂપીયાની ટાટા ટેન્કર મળી કુલ રૂપીયા 59.38 હજાર રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવરની વધુ પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના મેવાડ જિલ્લાના તાવડુનો રહેવાસી સામીરખાન આબીદખાને મોકલ્યો છે. જેને લઈ ખેડા LCB પોલીસે બન્ને ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટેન્કરના ચાલકની અટકાયત કરી દારૂનો જથ્થો મોકલનાર સમીરખાનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?