દારૂબંધી માત્ર કાગળ પર તેનો વધુ એક પૂરાવો, લુણાવાડાથી પકડાયો દારૂનો જથ્થો, સ્થાનીક પોલીસ ભૂગર્ભમાં ઉતરી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 16:26:33

અનેક વખત આપણી સામે કિસ્સાઓ આવતા હોય છે કે આટલી બોટલો દારૂનો નાશ કરાયો, આ જગ્યાએથી આટલી બોટલો દારૂની મળી આવી. ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલને વિરણીયાં ચોકડી પાસેથી વિદેશી દારૂની 20 પેટી  બોટલો મળી આવી. 


મહિસાગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા 

સ્ટેટ મોનિટરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી થયા બાદ સ્થાનિક પોલીસ જાણે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. મહત્વનું છે કે અનેક વખત મહીસાગર જિલ્લામાં સ્ટેટ વિજીલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વર્ષમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લામાં 20 જેટલી વખત રેડ પાડવામાં આવી છે. આ વખતની રેડમાં 4 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અનેક વખત વિજીલન્સની ટીમ દ્વારા કાર્યવાહી કરાતા લુણાવાડા ટાઉન પોલીસ પણ અચંબામાં મૂકાઈ છે. અનેક વખત રેડ થતાં તર્ક વિતર્કો ઉભા થયા છે.  


દારૂ ક્યાં મળે છે તેની જાણકારી હોવા છતાંય નથી કરાતી કાર્યવાહી!

ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાત ડ્રાયસ્ટેટ છે તેવી વાતો માત્ર કાગળ પૂરતી જ સિમીત છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. વાત સાચી પણ છે દિવસમાં અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં જાણવા મળે છે કે આ જગ્યાઓ પરથી દારૂનો આટલો જથ્થો ઝડપાયો. અનેક લોકો નશાની હાલતમાં પણ મળી આવે છે. દારૂબંધીને પર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત પોલીસ સ્ટેશન નજીક જ દારૂનું વેચાણ થતું હોય છે કે પોલીસને પણ જાણ હોય છે તો પણ કાર્યવાહી નથી કરાતી. 


બુટલેગરો વિરૂદ્ધ પોલીસે કરવી જોઈએ કાર્યવાહી 

શહેરોમાં તેમજ ગામડાઓમાં અનેક એવી જગ્યાઓ છે જેની જાણ પોલીસને હોય છે.  ક્યાં દારૂ વેચાય છે, કોણ દારૂ વેચે છે તેની જાણ પોલીસને હોય જ છે. તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મણિનગરમાં જે રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે પણ અમે કહ્યું હતું કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ પણ થવી જોઈએ. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...