રાજ્યમાં સિંહોની સંખ્યા અને બે વર્ષમાં કેટલા વનરાજ મોતને ભેટ્યા? સરકારે વિધાનસભામાં આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-06 20:00:40

ગુજરાતના એશિયાટિક સિંહો જગવિખ્યાત છે, આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ પ્રદેશના ગીર જંગલમાં જ સિંહોની વસ્તી છે. સિંહોની વસ્તી વધે તે માટે સરકાર ખાસ પ્રયત્નો કરે છે. જો કે તેમ છતાં પણ ગીરના સિંહોના મૃત્યું ચિંતાનો વિષય બન્યો છે. આજે વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા ગીરમાં સિંહોની વસ્તી અને છેલ્લા બે વર્ષમાં સિંહોના મૃત્યું અંગેની વિગત માંગવામાં આવ્યા હતી હતી. તેના જવાબમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં કેટલાં સિંહો છે અને સિંહોના મોત અંગેના આંકડા સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યા છે.

કેટલા સિંહો મોતને ભેટ્યા?


કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સિંહોના કુદરતી અને અકુદરતી મૃત્યુના આંકડા  અંગે સવાલ પૂછ્યો હતો. જેનો વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જે મુજબ વર્ષ 2020 - 21માં કુલ 123 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2020 - 21માં કુલ 14 સિંહોના અકુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 113 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 16 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. વર્ષ 2022 - 23માં કુલ 89 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2022 - 23માં કુલ 11 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે.


રાજ્યમાં કેટલા સિંહો છે?


વનવિભાગ દ્વારા વર્ષ 2020 માં પૂનમ અવલોકનના આધારે સિહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જે અનુસાર નર સિંહ 206, સિંહણ 309, બાળસિંહ 29 અને 130 વણઓળખાયેલા મળી કુલ 674 સિંહો છે. જણાવી દઈએ કે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.


સિંહોનો જીવ બચાવવા પ્રયાસો


રાજ્ય સરકારે સિંહોનું અકુદરતી મૃત્યુ અટકાવવા સિંહોની સારવાર, રેપીડ એક્શન ટીમ તથા વિવિધ પગલાઓ ભર્યા છે. જે અંતર્ગત વન્યપ્રાણીઓની બિમારી કે અકસ્માત થાય તો સારવાર આપવા માટે અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી જે માટે વેટરનરી ઓફિસરની નિમણૂંક કરવામાં આવેલી છે. આ સિવાય રેસ્કયુ માટે રેપિડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરી છે. સરકારે સિંહ તથા અન્ય વન્યપ્રાણીની હત્યા અટકાવવા નાઈટ પેટ્રોલીંગ અને રેવન્યુ વિસ્તારોમાં ખુલ્લા કુવાઓને વોલ બાંધી સુરક્ષિત કર્યાં છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...