16 ડિસેમ્બર 2022એ રિલીઝ થયેલી અવતાર-2ને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝ થયાની સાથે જ આ ફિલ્મે સીનેમાઘરોમાં પોતાનો ડંકો વગાડવાની શરૂઆત કરી દીધી છે. પહેલા પાર્ટીની જેમ બીજા પાર્ટની સ્ટોરી પણ દર્શકોને પસંદ આવી રહી છે. ફિલ્મનું કલેક્શન પ્રતિદિન વધી રહ્યું છે. ભારતમાં તો આ ફિલ્મને લોકો જોઈ રહ્યા છે. પરંતુ વિદેશોમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝ થયાના પ્રથમ દિવસે ફિલ્મે 41 કરોડની કમાણી કરી લીધી હતી. પ્રથમ વિકએન્ડ પર ફિલ્મે 129 કરોડ જેટલાની કમાણી કરી લીધી છે.
ક્રિસ્મસ અને ન્યુયર દરમિયાન વધશે આંકડો
ઘણા સમય બાદ એવી ફિલ્મો આવી રહી છે જેને જોવા ઓડિયન્સ આતુર બની છે. દ્રશ્યમ-2ને લોકોનો પ્રેમ મળ્યો છે. લોકો દ્રશ્યમ-2ને જોવા ઉમટી રહ્યા છે. દ્રશ્યમ-2એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. એ ફિલ્મને રિલીઝ થયે અનેક દિવસો વીતી ગયા છે. દ્રશ્યમ-2ની સાથે સાથે દર્શકો અવતાર-2ને જોવા માટે જઈ રહ્યા છે. એક અઠવાડિયા પહેલા રિલીઝ થયેલી અવતાર-2એ અત્યાર સુધીમાં 129 કરોડની કમાણી કરી લીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ક્રિસમસ અને ન્યુયરના દિવસોમાં આ કમાણી વધી શકે છે.
વિદેશમાં પણ ફિલ્મ કરી રહી છે સારૂ પ્રદર્શન
રિલીઝ થયાના પ્રથમ દિવસે અવતાર-2એ 41 કરોડની કમાણી કરી, બીજા દિવસે 42 કરોડની કમાણી કરી, ત્રીજા દિવસે 46 કરોડની કમાણી હતી. આમ ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં જ 129 કરોડની કમાણી કરી લીધી છે. 13 વર્ષ બાદ અવતાર-2 રિલીઝ થઈ છે. ફિલ્મના અનેક ચાહકોએ આ ફિલ્મને જોવા એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધું હતું. અંદાજીત 2000 કરોડના ખર્ચે આ ફિલ્મ બનાવામાં આવી છે. વિદેશમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 4116 કરોડની કમાણી કરી લીધી છે. આ આંકડામાં ફેરબદલ થઈ શકે છે.