રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-03 19:32:40

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના હવામાન બુલેટીનમાં રાજ્યના આંતરિયાળ જિલ્લા દાહોદ અને છોટા ઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા તા.4, 5 અને 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.



ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે માવઠું


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 6 અને 7 માર્ચે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડા સાથે હળવું માવઠું થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના છે.


જગતનો તાત થયો ચિંતિંત


શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે ઉનાળાનો વિધિવત શરૂ થયો છે. ત્યારે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની શક્યતા છે. જે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. જો કે, માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અગમચેતીની ભાગરૂપે જામનગર યાર્ડ દ્વારા લસણ, મગફળી, કપાસ, એરંડા, ધાણાની હરાજી બંધ કરવામાં આવી છે જે નવી જાહેરાત ના થઇ ત્યાં સુધી બંધ રહેશે.


આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી


સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને રાજસ્થાનના પશ્ચિમ અને દક્ષિણ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તે જ પ્રકારે, આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ, ગોવા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?