થોડા સમય પહેલા વીજ અધિકારીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રંગ રસિયો રૂપાળો રંગરેલિયો ગીતનો સહારો લઈ લોકોને લાઈટબિલ ભરવા જાગૃત કરાઈ રહ્યા હતા. અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો ત્યારે વીજ અધિકારીને જવાબ આપતા એક ખેડૂતનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગીત એક જ છે પરંતુ શબ્દોમાં થોડો ફેરફાર કરી ખેડૂતે પોતાની વ્યથા દર્શાવી છે.
વીજ અધિકારીનો વીડિયો થયો હતો વાયરલ
સોશિયલ મીડિયા પર વીજ અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ગીતના માધ્યમથી લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાતી ગીત રસિયો રુપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી ગીત ગાયું હતું. આ અનોખો પ્રયોગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વીજકર્મચારીને જવાબ ખેડૂત આપી રહ્યો હોય તેવું લાગે છે. ખેડૂતનો ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે જેમાં પોતાની વ્યથા રજૂ કરતા હોય તેવું લાગી રહ્યું છે.
ગીતના શબ્દો બદલી ખેડૂતે આપ્યો જબરદસ્ત જવાબ, વીજ અધિકારી અને સરકારને કર્યો કટાક્ષ!#rashiyo#jamawat #song #newtrick #karmachari #ugvcl #idea #bill #gujaratisong #viralvideos #farmer #farmerlife #tweet #Twitter pic.twitter.com/VU10SVfvjL
— Jamawat (@Jamawat3) March 18, 2023
જગતના તાતે ગીતના સહારે આપ્યો જવાબ
ગીતના શબ્દો બદલી ખેડૂતે આપ્યો જબરદસ્ત જવાબ, વીજ અધિકારી અને સરકારને કર્યો કટાક્ષ!#rashiyo#jamawat #song #newtrick #karmachari #ugvcl #idea #bill #gujaratisong #viralvideos #farmer #farmerlife #tweet #Twitter pic.twitter.com/VU10SVfvjL
— Jamawat (@Jamawat3) March 18, 2023વીડિયોમાં જગતના તાતે ગીતના માધ્યમથી શબ્દોમાં ફેરફાર કરી પોતાને પડતી મુશ્કેલી રજૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. દુખ વ્યક્ત કરતા ખેડૂત કહી રહ્યો છે કે રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે, નથી ડુંગળીના ભાવ, નથી કપાસના ભાવ, નથી ઘઉંના ભાવ, રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે.
બંને વીડિયો લોકોને આવી રહ્યા છે પસંદ
પહેલા વીજઅધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. લોકોને ખુબ પસંદ આવ્યો હતો ત્યારે હવે આ ખેડૂતોનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો પણ પસંદ આવી રહ્યો છે. જે ગીતથી લોકોને લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી તે જ ગીત ગાઈ ધરતી પુત્રએ જડબાતોડ જવાબ આપ્યો છે. ખેડૂતના જવાબનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.