LICનો નફો 49 ટકા ઉછાળ્યો, પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની, 40% ડિવિડન્ડ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-09 17:49:20

દેશની સૌથી મોટી વીમા કંપની LIC માટે ગુરુવાર ઘણા સારા સમાચાર લઈને આવ્યો છે. કંપનીના નફામાં 49 ટકાનો ઉછાળો આવ્યો છે, ટ્રેડિંગ દરમિયાન શેર્સમાં ભારે વધારો થયો અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં LICનો ચોખ્ખો નફો 49 ટકા વધીને રૂ. 9,444 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 6,334 કરોડ હતો. LICના બોર્ડે શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ 40% એટલે કે રૂ. 4 ડિવિડન્ડ ચૂકવવાનું પણ નક્કી કર્યું છે. ડિવિડન્ડ આગામી 30 દિવસમાં ચૂકવવામાં આવશે.


શેરનો ભાવ 1,144.45ના રેકોર્ડ સ્તરે 


LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં તેની ચોખ્ખી પ્રીમિયમ આવક વધીને રૂ. 1,17,017 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ. 1,11,788 કરોડ હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં LICની કુલ આવક વધીને રૂ. 2,12,447 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,96,891 કરોડ હતી. ગુરુવારે પરિણામો જાહેર થયા તે પહેલાં, કંપનીના શેર ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે 9.51 ટકા વધીને રૂ. 1,144.45ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. બાદમાં તે લગભગ છ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.


કેટલું છે LICનું માર્કેટ કેપ? 


આ સાથે જ LICનું માર્કેટ કેપ વધીને રૂ. 6.99 લાખ કરોડ થયું અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. દેશની સૌથી મોટી વીમા કંપનીનો શેર BSE પર 5.86 ટકા વધીને રૂ. 1,106.25 પર બંધ થયો હતો. NSE પર કંપનીનો શેર 6.46 ટકાના ઉછાળા સાથે રૂ. 1,112 પર બંધ થયો હતો. શેરના ભાવમાં આ વધારાને કારણે LICનું માર્કેટ કેપ રૂ. 38,740.62 કરોડ વધીને રૂ. 6,99,702.87 કરોડ થયું છે. આ સાથે જ LIC, ICICI બેંકને પાછળ છોડી દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?