LICના શેરોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, IPO ભાવથી 40 ટકા તુટ્યા, માર્કેટ કેપ પણ 6ઠ્ઠા થી 12માં સ્‍થાને પહોચ્‍યું


  • Published By :
  • Published Date : 2023-02-28 19:43:59

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC અદાણી ગ્રુપમાં મોટાપાયે રોકાણ કરીને જબરદસ્ત નુકસાનનો સામનો કરી રહી છે. LICના શેર દરરોજ તુટી રહ્યા છે, LICને આ રીતે બે પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો તેના મુડી રોકાણ પર ફટકો પડી રહ્યો છે જ્યારે બીજી બાજુ તેના શેર પણ માર્કેટમાં તુટીને રેકોર્ડબ્રેક નીચી સપાટીએ પહોંચ્‍યા છે.  


અદાણીના વાંકે LICને સજા


LICનો શેર 2.9 ટકા ઘટીને રૂ. 567.8 પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ વેલ્‍યુએશનમાં IPO સ્‍તરથી 40 ટકા એટલે કે રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો થયો છે. LICના શેરમાં ગયા મહિને 15 ટકાનો ઘટાડો થયો હતો, જે મેગા-કેપમાં સૌથી વધુ છે. LICનું એમકેપ લિસ્‍ટિંગ સમયે ૬ઠ્ઠા સ્‍થાનેથી હવે 12માં સ્‍થાને પહોંચી ગયું છે. અદાણી ગ્રૂપના શેર્સ LICના ઈક્‍વિટી પોર્ટફોલિયોમાં એક ટકા કરતા પણ ઓછા હિસ્‍સો ધરાવતા હોવા છતાં, બજારે તેના શેરને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્‍યું છે.


LICનું હોલ્ડિંગ કેટલું છે?


અદાણીની કંપનીઓમાં ઇક્‍વિટી અને ડેટના સ્‍વરૂપમાં LICનું હોલ્‍ડિંગ 31 જાન્‍યુઆરીના રોજ, રૂ. 36,000 કરોડથી ઓછું હતું. વીમા કંપનીએ જણાવ્‍યું હતું કે ઇક્‍વિટી ખરીદીનું મૂલ્‍ય રૂ. 30,127 કરોડ હતું. અદાણીના શેરમાં સતત ઘટાડાને પગલે LICના હોલ્‍ડિંગનું મૂલ્‍ય એક્‍વિઝિશન કોસ્‍ટ કરતાં નીચે ગયું છે, જેના કારણે ચિંતા વધી છે. 


LICના બિઝનેસ અંગે ચિંતા વધી


શેર બજારના નિષ્ણાતોના જણાવ્‍યા મુજબ અદાણી ગ્રૂપના શેર્સમાં LICના રોકાણથી પેદા થયેલા નકારાત્‍મક સેન્‍ટિમેન્‍ટને કારણે રોકાણકારો LICના બિઝનેસ પર અસર અંગે પણ ચિંતિત છે. આ સિવાય તેમનું કહેવું છે કે સરકારી ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટના મામલે LICનો સતત દુરૂપયોગ થઈ રહ્યો છે. હાલમાં, LICમાં સરકારનો હિસ્‍સો 96.5 ટકા છે અને રિટેલ ભાગીદારી લગભગ 2 ટકા છે. દરમિયાન, વિદેશી ફંડ્‍સ તેમાં માત્ર 0.17 ટકા હિસ્‍સો ધરાવે છે. આવી સ્‍થિતિમાં, LICના મૂલ્‍યમાં ઘટાડો સરકાર અને નાગરિકોને અન્‍ય કોઈ કરતાં વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?