Adani Groupના શેરમાં ઘટાડાને કારણે LICને રૂ. 1,439.8નું નુકસાન, જાણો બંને વચ્ચે શું છે કનેક્શન


  • Published By :
  • Published Date : 2023-09-01 17:20:57

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ બાગ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ્સ (OCCRP)ના એક રિપોર્ટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. OCCRPએ તેના રિપોર્ટમાં અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના પોર્ટ-ટુ-એનર્જી ગ્રૂપ સામે સ્ટોક મેનીપ્યુલેશનના આરોપ લગાવ્યા છે. ગુરુવારે આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો શરૂ થયો હતો અને થોડા જ સમયમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ OCCRPના રિપોર્ટ પછી, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ફરી એકવાર સમાચારોમાં છે. કારણ કે આ વીમા કંપનીએ અદાણી જૂથની કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે અને અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં ઘટાડા પછી LICને પણ જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.


અદાણી ગ્રૂપના તમામ શેરમાં ઘટાડો


NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેર 3.51 ટકા ઘટીને બંધ થયા. અદાણી ટોટલ ગેસનો શેર 2.24 ટકા ઘટીને બંધ રહ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરનો ભાવ 3.53 ટકા ઘટીને બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જીના શેરનો ભાવ 3.76 ટકા નીચામાં બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિકના શેર 3.18 ટકા ઘટીને બંધ થયા હતા. 31 ઓગસ્ટે ACCના શેર 0.73 ટકા, અંબુજા સિમેન્ટ્સ 3.66 ટકા, NDTV 1.92 ટકા, અદાણી પાવર 1.93 ટકા અને અદાણી વિલ્મર 2.70 ટકા ઘટીને બંધ થયા હતા.


અદાણી ગ્રુપને કેટલો મોટો ઝટકો?


અદાણી ગ્રુપને ગુરુવારે રૂ. 35,000 કરોડનું નુકસાન થયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, 30 ઓગસ્ટ, 2023ના રોજ તમામ 10 શેરોની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂ. 10.84 લાખ કરોડ હતું પરંતુ 31 ઓગસ્ટે તે ઘટીને લગભગ 10.49 લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે અદાણી ગ્રુપને એક જ દિવસમાં લગભગ 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


LICને કેટલું નુકસાન થયું? 


 જીવન વીમા નિગમ (LIC) ને માત્ર એક સત્રમાં 1,439.8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. LIC એ અદાણી ગ્રૂપની છ કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. ડેટા અનુસાર, 30 જૂનના રોજ, LIC પાસે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિકમાં 9.12 ટકા હિસ્સો, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4.26 ટકા, અદાણી ટોટલ ગેસ, ACC અને અંબુજા સિમેન્ટ્સમાં 6 ટકાથી વધુ હિસ્સો હતો. અદાણી ગ્રુપને અત્યાર સુધી લગભગ 35 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આંકડા દ્વારા જાણકારી મળે છે કે 30 ઓગસ્ટ 2023ના તમામ 10 શેરોના કુલ માર્કેટ કેપિટાઈઝેશનના લગભગ 10.84 લાખ કરોડ રૂપિયા હતું. ત્યારે 31 ઓગસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તે ઘટીને 10.49 લાખ કરોડ પર આવી ગયું છે. આ હિસાબથી 35 હજાર કરોડનું નુકસાન થયું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?