લીબિયામાં પૂરના પગલે અનેક શહેરોમાં ભારે વિનાશ સર્જાયો છે. પૂરના કારણે સૌથી વધુ અસર ડેર શહેરમાં થઈ છે. જ્યાં 700 લોકોને અત્યાર સુધીમાં દફનાવવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજું વધી શકે છે. કેમ કે 10 હજાર લોકો ગુમ થયા છે. ભારે વરસાદના સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 5,200થી વધુના મોત નિપજ્યા હોવાની આશંકા છે. ભયાનક પૂરના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં વિક્ષેપ આવી રહ્યો છે.
The city of #Derna destroyed by flood (Libya, 09/12/2023). More than 6,000 people died and more than 10,000 were missing.#LibyaFloods #Libya #LibyaFlood pic.twitter.com/1WvHfS9m2x
— elessarchik (@elessarchik) September 13, 2023
હોસ્પિટલોમાં મૃતદેહોની ભરમાર
The city of #Derna destroyed by flood (Libya, 09/12/2023). More than 6,000 people died and more than 10,000 were missing.#LibyaFloods #Libya #LibyaFlood pic.twitter.com/1WvHfS9m2x
— elessarchik (@elessarchik) September 13, 2023ભારે પૂરના કારણે બચાવ ટીમ મૃતદેહોને શોધી શકી નથી. લિબિયાની પૂર્વી સરકારના આરોગ્ય પ્રધાન ઉસ્માન અબ્દુલ જલીલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ભયાનક છે. ડેરનામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચેલા ઉસ્માન અબ્દુલ જલીલે કહ્યું કે શહેરની વિવિધ હોસ્પિટલો મૃતદેહોથી ભરેલી છે. ડેરનામાં હજુ પણ ઘણા મૃતદેહો કાટમાળ નીચે છે અથવા તો દરિયામાં વહી ગયા છે.
ડેરના શહેરમાં 2,300 લોકોના મોત
લીબિયાના અધિકારીઓનું અનુમાન છે કે એકલા ડેરના શહેરમાં 2,300 લોકો માર્યા ગયા હશે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ માટે લિબિયાના રાજદૂત તામેર રમદાને જણાવ્યું હતું કે ભયાનક પૂર બાદ 10,000 લોકો ગુમ થયા છે. પ્રધાનમંત્રી ઓસામા હમદે જણાવ્યું હતું કે બે ડેમ તૂટી જવાથી ઘણા ગુમ થયા છે અને તેમાંથી મોટા ભાગના બચવાની શક્યતા ઓછી છે.
હજારો પરિવારો વિસ્થાપિત...
લિબિયાની સરકારના જણાવ્યા અનુસાર, અન્ય નગરોને નુકસાન થયું છે જેમાં સુસા, માર્જ અને શાહટનો સમાવેશ થાય છે. હજારો પરિવારો વિસ્થાપિત થયા છે, બેનગાઝી શહેર અને પૂર્વી લિબિયાના અન્ય સ્થળોએ શાળાઓ અને અન્ય સરકારી ઇમારતોમાં આશ્રય લીધો છે.
બહુમાળી ઈમારતો ધરાશાઈ, મૃતદેહો વિખરાયેલા
ડેરના શહેરની મધ્યમાં પર્વતોમાંથી વહેતી નદી વાડી-ડેરનાના બંધ તૂટ્યા બાદ રહેણાંક બ્લોક્સ સંપુર્ણપણે નાશ પામ્યા છે. બહુમાળી ઇમારતો, જે એક સમયે નદીથી દૂર ઉભી હતી, તે આંશિક રીતે કાદવમાં પડી ગઈ છે. અહીં દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે.