Libya Flood : લીબિયામાં આવ્યું વિનાશકારી તોફાન અને પૂર, જનજીવન પર પડી ગંભીર અસર, થયા હજારો લોકોના મોત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-12 13:35:39

કુદરતી આફતોને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કુદરત આગળ માણસ લાચાર છે. એવું કહેવાય છે કે કુદરત જ્યારે પાછું લેવા બેસે ત્યારે કંઈ પણ નથી છોડતી. કુદરતી આફતનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. ક્યાંક ધરતીકંપના આંચકાનો અનુભવ થાય છે તો ક્યાંક સુનામી અથવા તો તોફાનને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે લીબિયામાં આવેલા તૂફાન અને પૂરને કારણે હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે, જ્યારે અનેક લોકો ગૂમ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પૂરને કારણે 2 હજારથી વધારે લોકોના મોત થયા છે.


2 હજાર લોકોના થયા મોત!

આફ્રિકી દેશ લીબિયાની પરિસ્થિતિ કુદરતી આફતને કારણે વણસી ગઈ છે. વિનાશકારી તૂફાન અને પૂરને કારણે પૂર્વ લીબિયામાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે હજારો લોકો પ્રભાવિત થયા છે. પૂર્વ લીબિયાઈ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડેરના શહેરમાં પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચથી છ હજાર લોકો આ પૂરને કારણે પ્રભાવિત થયા છે. એવી પણ માહિતી સામે આવી કે આ તોફોનને કારણે ડેમ પર અસર પડી જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 


રાષ્ટ્રીય શોકની કરાઈ જાહેરાત 

આ મામલે લીબિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પૂરને કારણે ડેરના શહેર તબાહ થઈ ગયું છે. 2 હજાર જેટલા લોકો માર્યા જવાની આશંકા છે. ડેરના શહેરની હાલત અતીગંભીર છે. આપદા દોષિત કરવામાં આવી છે. પૂર્વ લીબિયા સરકારના પ્રધાનમંત્રી ઓસામા હમાદે સોમવારે ત્રણ દિવસ શોકની જાહેરાત કરી છે. મહત્વનું છે કે લીબિયાના ડેર્નામાં ડેનિયલ નામનું તોફાન આવ્યું છે જે તબાહિ મચાવી રહ્યું છે. આની પહેલા ગ્રીસમાં આવા તોફાને તબાહી મચાવી હતી. તોફાનને કારણે લોકોની જિંદગી તો જાય છે પરંતુ ઈમારતોને પણ નુકસાન પહોંચે છે.    

  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?