જો આજે આપણે તેમના વિશે નહીં બોલીએ, તો કાલે કોઈ આપણા વિશે નહીં બોલે...


  • Published By :
  • Published Date : 2022-11-02 19:23:55

By Devanshi Joshi

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ વખતે સન્નાટાને પડકાર ફેંકીને તાપી કિનારે સ્મશાનની બહાર બેસીને, સળગતી ચિતાઓને જોઈને સૌથી પહેલો અવાજ અમારો શું કામ ઉઠે છે. કોની સરકાર છે? કોણ કેટલું પાવરફુલ છે? આ બોલીશું તો આ થશે, આ કરીશું તો આ થશે, આવા કોઈ જ વિચારો અમારા મનમાં કેમ નથી આવતા? કેમ મચ્છુમાં ડૂબેલા મૃતદેહોને બહાર આવતા જોઈએ તો અમને સંવેદનાઓ, સરકાર, વ્યવસ્થા બધું જ ડૂબેલું દેખાય છે? કેમ અમે કોઈ જ વિચાર કર્યા વગર સીધા જ જવાબદારોને સવાલ કરી દઈએ છીએ? ભલે હાથમાં મોબાઈલ હોય અને 150 રૂપિયાનું માઈક હોય. પણ અમારા સવાલો છતાંય દમથી કેમ નીકળે છે....

Morbi Cable Bridge collapse- મોરબી પુલ દુર્ઘટના- અત્યાર સુધી શું થયું?

આવી ઘટના પાછી ના થાય તે તમામની જવાબદારી

કેમ કે અમે પણ તો જઈએ છીએ આવા કોઈક પુલ પર ફરવા, એવી કોઈ નિશાળમાં ભણવા, એવા કોઈ રસ્તાઓ પર વાહન ચલાવવા. આ રાજ્યમાં રહેવા અને દેશ પર ગુમાન કરવા. અમે જાણીએ છીએ કે આ બધું રોકાવું જોઈએ અને આ રોકાઈ શકે એનો એક જ ઉકેલ છે કોઈની જવાબદેહી. બ્રિજ બનાવતા માણસની, કોન્ટ્રાક્ટ લેતા માણસની, પરવાનગી આપતા માણસની, ટિકિટ વેચતા માણસની, બ્રિજ પર ઠેકડા મારતા માણસની, ક્યાંક દૂર તમાશો જોતા માણસની, ક્યાંક દરેક વખતે હાથ ઉંચા કરી લેતા માણસની, ક્યાંક મિથ્યાભિમાનમાં રાચતા માણસની. જવાબદારી દરેકની બને છે. જવાબદેહ દરેક હોવા જોઈએ.

કોઈક તો સવાલ કરનાર હોવું જોઈએ

જો અમે આજે સવાલ નહીં કરીએ તો ક્યારેક આવા રસ્તાઓ પર જતા, બ્રિજ તૂટતા, આગ લાગતા, કોઈ પણ માનવસર્જીત બેદરકારીમાં લાશ બનીને અમે પણ ભડથું થઈ જઈશું. અમારા મૃતદેહો ઉપર આવતા હશે ત્યારે હજારો કેમેરાની ફ્લેશલાઈટ અમારા પર પડતી હશે. હજારો રિપોર્ટરના અવાજો અમારા સુન્ન પડેલા કાનોમાં અથડાઈને પાછા જતા હશે. પણ અમારી આત્મા એ સાંભળવા ઝંખતી હશે કે કોઈક હમણાં બોલશે કે આવું મોત તો અમને નસીબ ના થવું જોઈએ. કોઈક બોલશે કે અમારે પણ ઘરે પાછું જવાનું હતું, બાળકોની સાથે રમવાનું હતુ, સપનાઓ પૂરા કરવાના હતા, જીવન જીવવાનું હતું. પણ કોઈક કહેવાતા માણસની બેદરકારી, લાલચ, ભ્રષ્ટાચારનો અમે ભોગ બન્યા, અમે નિર્જીવ થઈ ગયા.. પણ જો કોઈ જ અમારા માટે અવાજ નહીં ઉઠાવે તો... તો શું કંઈ જ નહીં, અમે તો મડદું હોઈશું. અમારે ક્યાં લાગણીઓ હશે, પણ અમારા એ વ્હાલસોયા જે જીવનભર અમારી ઝંખના કરવાના છે. દરેક તહેવાર પર રડવાના છે, રાત્રે ઝબકીને જાગી જવાના છે, એ લોકોને તો લાગણીઓ હશે... અને એટલે જ અમે સ્વાર્થી બનીને સવાલ કરીએ છીએ, કે ના કરે નારાયણ અને ફરી કોઈ, આવી જ કોઈ માનવના સ્વાર્થ સર્જીત દુર્ઘટનાનો અમે શિકાર બની જઈએ તો કોઈકની આંતરડી કકળે. કોઈક સવાલ કરે, કોઈક આ બંધ કરાવવાની કોશીશ કરે... સંકોચ વગર, સ્વાર્થ વગર... અને પ્રામાણીકતાથી. 


જો આજે અમે, આપણે....એમના માટે નહીં બોલીએ. તો ક્યારેય કોઈ આપણાં માટે નહીં બોલે.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...