અનેક વખત પોલીસની નેગેટિવ વાતોની ચર્ચા થતી હોય છે.. પરંતુ આજે પોલીસના એક એવા ચહેરાની વાત કરવી છે જે જોઈ તમે પણ કહેશો વાહ... શું વાત છે.. એક એવા પોલીસની વાત કરવી છે જેમણે પોતાના ક્ષેત્રમાં લાખો વૃક્ષો વાવ્યા છે. આ પોલીસ કોન્સ્ટેબલ ગુજરાતના નથી પરંતુ ચંડીગઢના છે.. અને તે ટ્રી મેન તરીકે જાણીતા છે...આજ સુધી તેમણે લાખો વૃક્ષો વાવ્યા છે અને તે પોતાની બધી કમાણી વૃક્ષોના ઉછેર પાછળ કરી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે... ચંદીગઢના પોલીસ કોન્સ્ટેબલ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે..
અનેક લોકો કરે છે વૃક્ષારોપણ...
આ વખતનો ઉનાળો કપરો સાબિત થયો હતો. ગરમીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી દીધો... ગરમી વધે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે વૃક્ષો વાવવા જોઈએ.. પર્યાયવરણનું જતન કરવું જોઈએ. વૃક્ષો વાવો વરસાદ લાવો.. અનેક સંસ્થાઓ વૃક્ષો વાવવાનું કામ કરે છે.. અનેક લોકો પણ વૃક્ષારોપણનું કાર્ય કરે છે. બધા પોત પોતાની ક્ષમતા મુજબ પર્યાયવરણને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.
ગ્લોબલ વોર્મિંગ બન્યો છે ચિંતાનો વિષય
સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ચર્ચા છે. નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે. ઘણા દેશો આના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. પર્યાયવરણને બચાવવા માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ચંદીગઢમાં તૈનાત એક કોન્સ્ટેબલ એક ઉદાહરણ બનીને સામે આવ્યો છે. તેમણે બતાવ્યું કે કેવી રીતે દરેક માનવી પર્યાવરણ માટે પોતાનું યોગદાન આપી શકે છે... વ્યક્તિ ધારે તો શું ના કરી શકે તેનું ઉદાહરણ તેમણે પૂરૂં પાડ્યું છે.
વૃક્ષો વાવવા માટે લીધી બેન્ક પાસેથી લોન...!
અનેક લોકો હોય છે જેમની પાસે પૈસા હોય છે અને પછી આવી સેવાકીય કાર્ય પાછળ વાપરે છે. પરંતુ અનેક લોકો એવા પણ છે જેમની કમાણી ઓછી હોય છે અને આવા સેવાકીય કાર્યો કરે છે.. જે પોલીસ કોન્સ્ટેબલની વાત કરી રહ્યા છીએ તેમણે બેન્ક પાસેથી લોન પણ લીધી છે વૃક્ષારોપણનું કામ કરવા માટે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.... તેમણે સોનિપતમાં નર્સરી ઉભી કરી છે જેનું નામ જનતા નર્સરી છે. તેમણે આ કાર્ય એવા લોકો સાથે ભેગા મળીને શરૂ કર્યું હતું જેમને પ્રકૃતિ સાથે લગાવ છે.. ત્યારે તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..