મહેસાણા તાલુકાના અલોડા ગામનો તળાવ બારોબર વગ ધારીઓએ વેચી નાખ્યું હોવાના આક્ષેપો સાથે આજે અલોડા ગામના લોકો કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા દોડી આવ્યા હતા
અલોડા ગામના તળાવ ગેરકાયદેસર કબ્જો જમાવવાના વિવાદમાં ન્યાય મેળવવા માટે ગ્રામજનો એકત્રિત થયા છે અને કલેકટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે
અલોડા ગામના લોકો અને આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે ગામનું તળાવ વગ ધારી બિલ્ડરે ખોટા કાગળો ઊભા કરી પચાવી પાડ્યું છે...આ ગામના તળાવને બચાવવા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા અનેક ફરિયાદો કરાઈ છે છતાં કોઈ જ પ્રકારનું નિરાકરણ ન આવતાં આખું ગામ કલેકટર કચેરી ધસી આવ્યું હતું અને મહેસાણા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું
અલોડા ગામના વિવાદે તંત્રને પણ હિલોળે ચડાવ્યું છે કારણ કે સરકારી જગ્યા અને આ તળાવ કેવી રીતે કોઈ વ્યક્તિ ખરીદી શકે તે પણ એમ મોટો સવાલ છે કારણ કે ગામના નકશામાં પણ એ તળાવ સ્પષ્ટ રીતે દેખાય છે તેવું ગામના લોકો કહી રહ્યા છે વર્ષોથી ચાલતા આ વિવાદમાં સત્ય શું છે તંત્ર એ આ બાબતે તટસ્થ તપાસ કરવાની જરૂર છે