ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે ઉતરેલી આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. પ્રચારના થોડા સમય દરમિયાન આપ પોતાના મુદ્દાઓથી ભટકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ફરી એક વખત આપ educationની પીચ પર ચૂંટણીને લઈ જઈ રહ્યું છે.
સ્કુલ ઓફ Excellenceની શરૂઆત
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્કુલ ઓફ Excellenceની શરૂઆત કરાવી હતી. ત્યારે તેને લઈને પણ વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા એકદમ નબડી છે. પરંતુ આ વાત એકદમ સાચી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક શાળા બનાવી છે.
વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે....
વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા તે દરમિયાન કન્યા કેળવણી તેમજ શિક્ષણ પર વધારે ધ્યાન આપતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રવેશોત્સવની પણ શરૂઆત કરી હતી, જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં અંદાજીત 11,960 જેટલી શાળાઓ છે. જેમાંથી અંદાજીત 1115 શાળાઓ સરકારી શાળાએ છે. ઉપરાંત ગુજરાતમાં 30 સ્ટેટ યુનિવર્સિટી છે, એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે જ્યારે 3 જેટલી યુનિવર્સિટી ડિમ યુનિવર્સિટી છે અને 41 પ્રાઈવેટ યુનિવર્સિટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયે તેમણે અનેક વખત શાળાની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં અંદાજીત 1050 જેટલી શાળાઓ આવેલી છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી અનેક સ્કુલો બનાવામાં આવી છે. આ છે દિલ્હી મોડલ
આપે કર્યા ભાજપ પર પ્રહાર
હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ અને આપ વચ્ચે હમેશાં શાબ્દિક પ્રહાર અથવા તો ટ્વિટર વોર ચાલતું રહે છે ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ શિક્ષણના મુદ્દાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું છે.
શિક્ષણની વાતો રાજકીય અખાડો ન બની જાય
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અનેક મુદ્દાઓ ઉઠી રહ્યા છે. ત્યારે બીજા મુદ્દાઓ ભૂલી રાજકારણ શિક્ષણ પર થઈ રહ્યું છે તે સારી વાત છે. ત્યારે એટલી વાત જ કહેવી છે કે દરેક રાજ્યની પોતાની સિદ્ધિઓ તેમજ પોતાની ત્રુટીઓ હોય છે, અમે અપેક્ષા રાખીએ કે આ વાતો રાજકીય અખાડાનો દાવ માત્ર ના બની રહે પણ હકીકતે બન્ને એકબીજા પાસેથી શીખે. ચલો શિક્ષણ માટે સકારાત્મક બનીએ.