ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ રણનીતિ સાથે આગળ વધી રહી છે. 182 બેઠકો જીતવા માટે ભાજપ તડામાર તૈયારીઓ કરી રહી છે. રણનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ વખતે ભાજપ નબળા પરિણામો વાળી બેઠકો પર વધારે ફોક્સ કરી રહી છે. સૌરાષ્ટ્ર પર ભાજપ વધારે ધ્યાન આપી રહ્યું છે. ભાજપને સૌરાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી માત્ર 18 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 30 બેઠકો આવી હતી.
એવી બેઠકો જ્યાં ભાજપને જીતવામાં પડી છે મુ્શ્કેલી
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભાજપનું શાસન છે. 2017 ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી હતી પરંતુ ઘણી એવી બેઠકો હતી જેમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. આવો જ એક વિસ્તાર છે સૌરાષ્ટ્રનો. 2017માં કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 18 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં આ વર્ષની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલે તે માટે ભાજપ ઘણા પ્રયાસો કરી રહી છે. રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે.
દિગ્ગજ નેતાઓ લઈ રહ્યા છે સૌરાષ્ટ્રની મુલાકાત
ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપ માટે સૌરાષ્ટ્રમાં સીટો મેળવવી ઘણું અઘરૂ મનાઈ રહ્યું છે. 30 બેઠકો પર હાલ કોંગ્રેસ સત્તા પર છે ત્યારે ભાજપ માટે આટલી બેઠકો પર વિજય મેળવવો મૂશ્કેલ લાગે છે.
આ બેઠકો જ્યાં ભાજપને ઓછી સીટોથી સંતોષ માનવો પડ્યો હતો
આવી અનેક બેઠકો છે જેમાં ભાજપને વિજય મળ્યો નથી. અમરેલી, મોરબી, સોમનાથ જિલ્લામાં પણ એવી બેઠકો છે જ્યાં ભાજપને એક-બે સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જૂનાગઢમાં ભાજપને 5માંથી એક બેઠક મળી હતી જ્યારે પોરબંદર અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એક એક બેઠક મળી હતી. રાજકોટની 8 બેઠકોમાંથી ભાજપને ફાળે 6 બેઠકો ગઈ છે જ્યારે કોંગ્રેસને ફાળે 2 બેઠક ગઈ છે.