જે લોકો શહેરમાં રહેતા હોય છે તે લોકો માટે દીપડો જોવો કદાચ નવાઈની વાત હોતી હશે. પરંતુ જે લોકો ગામડાઓમાં રહેતા હશે તેમના માટે દીપડો એક સમસ્યા બની ગયું છે. દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે ગામડાઓમાં. રાતના સમયે મુખ્યત્વે દીપડો હુમલો કરતો હોય છે, અનેક લોકો પર હુમલો દીપડાએ કર્યા છે, અનેક લોકોના મોત પણ હુમલાને કારણે થયા છે. ત્યારે એક કિસ્સો મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે.
દીપડાને લઈ લોકોમાં વ્યાપી ઉઠ્યો છે ડર
દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. ગામડામાં રહેતા લોકોમાં ડર બેસી ગયો છે કે દીપડો આવીને ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે અને તેમને હાની પહોંચાડી શકે છે. હજી સુધી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો છે. અનેક ગામોમાં દીપડો આંટો મારવા આવતો હોય તેવું લાગે છે. લોકોમાં દીપડાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. વન વિભાગને પણ અનેક વખત જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવે છે પરંતુ દીપડાનો આતંક ઘટવાનું નામ નથી લેતું.
મહીસાગરમાં એક મહિલા પર દીપડાએ કર્યો હુમલો
નાની નાની બાળકીઓ પર દીપડો હુમલો કરે છે અને તેમને ચીરીને ફાડી નાખે છે. સ્થાનિકો પર પણ હુમલો દીપડો કરતો હોય છે તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા દીપડાએ દહેગામના લોકો પર હુમલો કર્યો હતો. તે બાદ આજે મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીપડાએ એક મહિલાને ઈજાગ્રસ્ત કરી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતા મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે. મહત્વનું છે સંતરામપુર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે દીપડાના હુમલાના ડરમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે?