દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદના કોર્ટ પરિસરમાં એ સમયે અચાનક નાસભાગ મચી ગઈ જ્યારે લોકોએ કોર્ટ પરિસરમાં દીપડાને જોયો. આ દરમિયાન લગભગ અડધો ડઝન લોકો ઘાયલ પણ થયા છે. આ વાતની જાણ કોર્ટ પરિસરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને વકીલોએ પણ પોતાની ચેમ્બરો બંધ કરી દીધી હતી.
#WATCH | Several people injured as leopard enters Ghaziabad district court premises in Uttar Pradesh pic.twitter.com/ZYD0oPTtOl
— ANI (@ANI) February 8, 2023
પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા ઘાયલ
#WATCH | Several people injured as leopard enters Ghaziabad district court premises in Uttar Pradesh pic.twitter.com/ZYD0oPTtOl
— ANI (@ANI) February 8, 2023કોર્ટના સ્ટાફે જીવ બચાવવા માટે કોર્ટના અન્ય દરવાજા પણ બંધ કરી દીધા હતા. દીપડો ઘુસી આવ્યો તે અંગે સ્થાનિક પોલીસ અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ વન વિભાગની ટીમ દીપડાને પકડવા પ્રયાસ કરી રહી છે. દીપડા દ્વારા ઘાયલ થયેલા લોકોમાં પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા, તથા એક જૂતા પોલિશ કરનારાનો સમાવેશ થાય છે.
દીપડો પકડવા ટીમો કામે લાગી
વન વિભાગની ટીમ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે. 12 જેટલા લોકો જાળી અને પાંજરા લઈને આવ્યા છે. હાલમાં મુખ્ય કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની લોખંડની ચેનલ બંધ છે. કોર્ટ સ્ટાફ, કર્મચારીઓ, વકીલો અને અન્ય લોકો બિલ્ડીંગની બહાર નીકળી ગયા છે. બિલ્ડિંગમાં હજુ સુધી કોઈ પ્રવેશ્યું નથી. આ બિલ્ડીંગમાં ઉપરના માળે દીપડો હોવાનું કહેવાય છે.