ગીર પંથકમાં દીપડાનો આતંક, ગીર ગઢડામાં મહિલાનું મોત, વીસાવદરમાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 18:40:13

રાજ્યના ગીર પંથકમાં હિંસક સિંહો અને દીપડાનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગીર આસપાસના વિસ્તારના લોકો માટે રાત્રે ઘરની બહાર નિકળવું જોખમી બન્યું છે. દીપડાના હુમલામાં બે મહિલાઓ પૈકી એકનું મોત જ્યારે અન્ય એક 90 વર્ષના વૃધ્ધા ગંભીર રીતે ઘાયલ થતા હાહાકાર મચી ગયો છે. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આધેડ મહિલાનું મોત તથા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં 90 વર્ષીય વૃદ્ધા ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


ગીર ગઢડામાં મહિલાનું મોત


ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આદમખોર દીપડાએ આધેડ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા અરેરાટી મચી ગઈ હતી. કંસારીયા ગામના ભુપત ભાઈ જીંજવાડિયાના પત્ની જયા બેન રાત્રે પોતાના મકાનમાં આરામ કરી રહ્યાં હતા. ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ દીપડાએ ગળાના ભાગે હુમલો કર્યો ત્યારે જયાબેનએ રાડો પડતાં લોકો દોડી આવ્યા હતા અને દીપડાને ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 65 વર્ષીય જયાબેનનું મોત થતા પરિનારજનો પર તો જાણે આભ તુટી પડ્યું હતું, આખો શોકમગ્ન બન્યો છે.


90 વર્ષીય વૃદ્ધા પર દીપડાનો હુમલો


જૂનાગઢ જિલ્લાના  વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં ગત મોડી રાત્રીના 90 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પિયાવા ગામમાં મકાનની 12 ફૂટની દિવાલ કૂદીને દીપડો ઘરમાં ઘૂસી ગયો અને ઘરના રૂમમાં સુતેલા વૃદ્ધ દંપતિ માંથી દુધીબેન ઘેલાભાઈ વાળા નામના વૃદ્ધાને માથાના ભાગે પકડી લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દીપડાથી બચવા માટે બૂમાબૂમ કરતા દિપડો નાસી છૂટ્યો હતો. હાલ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે વિસાવદર બાદમાં જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. દુધીબેન વાળા નામના દાદીમાને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમના શરીર પર 120 જેટલા ટાંકા આવતા ICUમાં રખાયા છે.


દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ


દીપડાના હુમલાને પગલે હાલ વન વિભાગની ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. દીપડાના હુમલાથી આજુબાજુના વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો હતો. ગીર ગઢડા તાલુકામાં વારંવાર અને વન્ય પ્રાણીઓના હુમલાના સમાચાર સામે આવતા જ હોય છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક વન વિભાગના અધિકારીઓ સામે રોજ જોવા મળી રહ્યો છે. જંગલમાંથી રહેતાં વિસ્તારમાં વન્યપ્રાણીના કારણે ક્યાંક સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...